• Gujarati News
  • તરૂણ બારોટની ધરપકડના વિરોધમાં વિજાપુરમાં રેલી

તરૂણ બારોટની ધરપકડના વિરોધમાં વિજાપુરમાં રેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિજાપુર
મહેસાણાના ડીવાયએસપી તરૂણ બારોટની સાદિક જમાલ એન્કાઉન્ટ કેસમાં ધરપકડના વિરોધમાં વિજાપુરમાં શુક્રવારે તાલુકાના બ્રહ્નભટ્ટ સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન અપાયું હતું.
રેલીમાં જોડાયેલા લોકોએ તરૂણ બારોટની ધરપકડને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેમને જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિધૉર વ્યક્ત કરાયો હતો. બ્રહ્નભટ્ટ સમાજના અગ્રણી પ્રવિણભાઇ બ્રહ્નભટ્ટની આગેવાનીમાં નીકળેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી. રેલીમાં સમાજના આગેવાનો બંશીભાઇ બારોટ, પ્રકાશભાઇ બારોટ, નિમેષભાઇ બારોટ, પ્રદપિભાઇ બારોટ, કૃણાલ બારોટ, મહેશભાઇ બારોટ, ભરતભાઇ બારોટ, અજીતભાઇ બારોટ, મહેશભાઇ સી. બારોટ, ગૌરાંગભાઇ બારોટ (વેડા), મયૂર બારોટ સહિત વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા.