• Gujarati News
  • ૩૨ લાખનો દારૂ ભરેલી ટર્બો ઝડપાઇ

૩૨ લાખનો દારૂ ભરેલી ટર્બો ઝડપાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઊંઝા તાલુકાના સીહી ગામથી ટુંડાવ તરફ વિદેશી દારૂ ભરેલી ટર્બો ગાડી પસાર થઇ રહી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ તેમજ ડીવાયઅસપીએ ગુરુવારે મોડી રાત્રે પીછો કરી રૂ.૩૨ લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સો નાસી ગયા હતા. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સીહીથી ટુંડાવ ગામ તરફ વિદેશી દારૂ ભરેલી ટર્બો ગાડી પસાર થવા બાબતે વિસનગર ડીવાયએસપી જે.કે.રાણા તેમજ ઊંઝા પીઆઇ આર.વી.નંદાસણાને મળેલી બાતમીના આધારે તેઓએ ગુરુવારે સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાત્રે ૧૨-૩૦ વાગ્યે અહીંથી આરજે ૧૯ જીએ ૦૪૫૯ નંબરની ટર્બો ગાડી પસાર થતાં પોલીસે તેનો પીછો કરતાં ગાડીચાલક સહિત બે શખ્સો ગાડી મૂકી નાસી ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતાં અંદરથી રૂ.૩૨,૨૩,૨૦૦ની કિંમતના વિદેશીદારૂની ૮૨૨ બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સાથે ટર્બો, રસ્સી, તાડપત્રી મળી કુલ રૂ.૪૭,૨૪,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઊંઝા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ઊંઝાના બુટલેગર રમેશ મારવાડીએ રાજસ્થાનથી વિદેશીદારૂનો જથ્થો મગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે એક સપ્તાહ અગાઉ ગાંધીનગર વિજિલન્સે આજ બુટલેગરનો વિદેશીદારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો.