• Gujarati News
  • પાલનપુરમાં ટ્રેન રોકનાર ૧૦ શખ્સોની ધરપકડ બાદ છુટકારો

પાલનપુરમાં ટ્રેન રોકનાર ૧૦ શખ્સોની ધરપકડ બાદ છુટકારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
પાલનપુરમાં ગત તા. ૨૩ સપ્ટેમ્બરે કરજોડા પાસે ભાજપના કાર્યકરોએ જમ્મુ-તાવી ટ્રેન રોકી હતી. જે કેસમાં આર.પીએફએ ફોટો અને વિડીયો શુટિંગના આધારે ૧૦ જેટલા શખ્સોની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્યારે આ અંગે ટ્રેન રોકવાના ગુનામાં સંડોવાયેલા શહેર યુવા ભાજપના પ્રમુખ હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘મારી સાથે દશરથસિંહ સોલંકી, કૃણાલ ભટ્ટ, સાગર જાની, અશિ્ર્વન પ્રજાપતિ, નાનજી દેસાઇ, ધવલ ગોહિલ, મહેશભાઇ પટેલ, દલપતભાઇ બારોટની અટક કરી નિવેદન લઇ જામીનપર મુકત કરવામાં આવ્યા હતા.’