• Gujarati News
  • દાઉદપુર ગામે ભર ચોમાસે પીવા માટેના પાણી વલખા મારતા રહીશો

દાઉદપુર ગામે ભર ચોમાસે પીવા માટેના પાણી વલખા મારતા રહીશો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સમી
સમી તાલુકાના દાઉદપુર ગામમાં છેલ્લા ચાર માસથી જૂથ યોજનાનું મીઠું પાણી અનિયમિત મળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રજુઆત છતાં પણ પાણી ન મળતા પાણી માટે લોકોને દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે.
દાઉદપુર ગામે ગ્રામ પંચાયતનો ટÛુબવેલ દોઢ વર્ષથી ફેઇલ થઇ જતા વપરાશના અને પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ હતી. જો કે, મીઠુ પીવાનું પાણી નેધરલેન્ડ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા અનિયમિત આવવાના કારણે ગામ નજદીકમાંથી નીકળતી બનાસ નદીમાં હોલીયુ બનાવી ડઝિલ મશીન દ્વારા પણ ગામલોકોને પાણી પુરૂ પડાતું હતું. પણ ડઝિલ મોંઘુદાટ હોવાથી તે પાણી ગ્રામજનોને પરવડતું નથી. નેધરલેન્ડ જૂથ યોજનામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી નહીં મળતાં બાજુના ગામ બાસ્પાથી છકડો અને રિક્ષાઓ મારફતે કેરબાઓ ભરવુ પડે છે.

જુથ યોજનાનું પાણી મળતું નથી: સરપંચ
સરપંચ શંકરભાઇ સાધુના જણાવ્યા મુજબ, ગામ તળાવને નર્મદાના નીરથી ભરાતા ઘર વપરાશના પાણીનો મોટા પ્રશ્ન હલ થઇ જવા પામ્યો છે પણ જૂથ યોજનાનું પાણી સમયસર ન મળતા તંત્ર સમક્ષ લેખિત જાણ કરાઇ છે.

એર બ્લોક થઇ જતાં પાણી પહાંેચતું નથી
પાણી પુરવઠા જૂથ યોજના સમીના ડેપ્યુટી એન્જિનિયર આર.બી. કાલાના જણાવ્યા મુજબ, એર બ્લોક થતાં પાણી પહોંચતું નથી. આ પ્રશ્ન કોઇવાર જ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ મળતા જ લાઇનમેનને કામે લગાવ્યા છે.