• Gujarati News
  • ‘યુવતીઓએ એરોબિકસ કસરત કરવી જોઈએ’

‘યુવતીઓએ એરોબિકસ કસરત કરવી જોઈએ’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેમિલી ફિઝિશિયન એસોસિયેશનની નિરંતર શ્રેણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ગભૉશયની ગાંઠ વિશે સમજણ આપવામાં આવી હતી. ડા‹. મનિષાબેન ઝાવરે આ સંદર્ભે માહિતી પૂરી પાડતા કહ્યું હતું કે, ‘ગભૉશયમાં ગાંઠ એ મોટી સમસ્યા નથી. ૧૦૦માંથી ૭૦ મહિલાઓને આ ગાંઠ થતી હોય છે, પરંતુ એમાંથી ૩ મહિલાઓને જ તકલીફ થતી હોય છે.
૪૫ વર્ષની ઉંમર પછી માસિક વધુ આવતું હોય અને પાંચ કે છ સેમીની ગાંઠ હોય તો કોથળી કાઢી નાખવી હિતાવહ છે, પરંતુ તેનાથી ઓછી ઉંમરમાં હેવી બ્લીિંડગ હોય તો પણ ઇલાજ કરાવી શકાય છે અને કોથળી કાઢવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત ઘણી ગાંઠ એવી છે જે અંદર રહીને કોઈ નુકસાન કરતી નથી. સોનોગ્રાફીમાં ગાંઠ દેખાય પણ કોઈ જાતનો દુખાવો ન થતો હોય તો એ ગાંઠને કાઢવાની જરૂર નથી. એમાં રાહ જોવી જોઈએ. માસિક બંધ થતા સુધીમાં એ ઓગળી શકે છે. ગભૉશયમાં કોઈ સેલ કામ કરવાનું બંધ કરી દે એટલે ગાંઠનું નિમૉણ થાય છે. જિનેટિક કારણસર પણ ગાંઠ થઈ શકે છે. માસિક આવતું હોય ત્યારે એ સમગ્ર મહિના દરમિયાન લોહી બનાવે તેવો ખોરાક ખાવો જોઈએ જેથી વહેલું લોહી રિકવર થઈ જશે. કારણ વિના ડાયેિંટગ કરીને શરીરને દુખી કરવું જોઈએ નહિ અને માસિક વખતે જો તકલીફ પડતી હોય તો ડા‹કટરને બતાવી લેવું જોઈએ. જેથી આવનારી મુસીબતને રોકી શકાય છે. તેમણે કહ્યું કે માસિકના કોઈ પણ પ્રોબ્લેમનું એક સોલ્યૂશન છે, એકસરસાઇઝ. એકસરસાઇઝ કરવાથી માસિકના પ્રોબ્લેમ આવતા નથી. એથી ગાંઠ થવાની શકયતાઓ પણ ઘટી જાય છે. છોકરીઓએ એરોબિકસ એકસરસાઇઝ કરવી જોઇએ, એ સિવાય સાઇકલિંગ, ફાસ્ટ વોકિંગ, િસ્વમિંગ વગેરે જેવી એકસરસાઇઝ પણ ફાયદાકારક છે. એકસસરાઇઝમાં ખાસ કરીને કાડિeયો એકસરસાઇઝ પણ કરી શકાય છે. શરૂઆતમાં એકસરસાઇઝ ધીમેધીમે કરવી જોઈએ. જોકે, એરોબિકસ જેવી એકસરસાઇઝ યોગ્ય ટ્રેનિંગ મેળવ્યા બાદ જ કરવી જોઈએ.’
ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન દ્વારા હેલ્થ બાબતે અવેરનેસ માટે નિયમિત રીતે પ્રોગ્રામ થતા રહે છે.