• Gujarati News
  • પાલડીમાં જાળેશ્ર્વર દાદાનો આજથી ભવાઇ ઉત્સવનો પ્રારંભ

પાલડીમાં જાળેશ્ર્વર દાદાનો આજથી ભવાઇ ઉત્સવનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ નજીકના જાળેશ્ર્વર મહાદેવ પાલડીના સાનિધ્યમાં દર વર્ષની જેમ ઉજવાતો દાદાનો મેળો ભાદરવા સુદ ૧૪ને શનિવારે ૨૯ સપ્ટેમ્બરની રાત્રિથી શરૂ થશે. રવિવારે બપોર સુધી ચાલશે. જેમાં શહેરના આૈદિચ્ય બ્રાહ્નણ જ્ઞાતિના શિવભકતો દ્વારા પરંપરાગત રીતે ભવાઇ કરવામાં આવશે જેને નહિાળવા મોટીસંખ્યામાં લોકો ઉમટી પડશે.શનિવારે પાટણમાંથી બળદ ગાડામાં ભવાઇના વસ્ત્રો અને આભૂષણો રવિવારે વગેરે પૂજન કરીને જાળેશ્ર્વર ધામે લઇ જવામાં આવશે. જયાં વિવિધ વ્યક્તિઓ અલગ અલગ વેશભૂષ કરવામાં આવે છે. રામ-રાવણનું યુદ્ધ અને રાવણનો વધ પૂનમના દિવસે બપોરે કરવામાં આવે છે જેને નહિાળવા ભકતોની વિશાળ ભીડ ઉમટી પડશે.