• Gujarati News
  • ઉ. ગુ.ના સંઘો દાંતા પહોંચ્યા

ઉ. ગુ.ના સંઘો દાંતા પહોંચ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
ભાદરવી પૂજનના મેળામાં તેરસના દિવસે ઉત્તરગુજરાતના સંઘો દાતાં આવી પહોંચ્યા હતા. અંતિમ ચરણમાં જય અંબેના નાદથી સમગ્ર દાંતા વિસ્તાર ધમધમી ઉઠ્યો હતો. સેવા કેમ્પોમાં પણ પદયાત્રિઓમાં ધસારો જોવા મળી આવ્Ûો હતો. નાના ભૂલકાઓને લઇને માના દર્શનની બાધા પૂર્ણ કરવા વાલીઓના મુખ ઉપર શ્રદ્ધાના ભાવ જોવા મળી રહ્યા હતા.
ભોજન, ભજન, મોબાઇલ ચાજીઁગ, મસાજ
દાંતા આસપાસ અમદાવાદ વિભાગ, મહેસાણા, પાલનપુર વિભાગના પદયાત્રીઓ એક સાથે એકઠા થતાં હોવાથી અહીં મદ્રાસી ઇડલી સાંભાર કેમ્પ, સિદ્ધહેમ કેમ્પ, પાટણના બિલ્ડર્સ એસોશિએશનના કેમ્પ ઉપર પદયાત્રીઓને ઇડલી સંભાર, શીરો અને બુંદી, પુરી શાકની સાથે મોબાઇલ ચાજીંગ, મસાજ, માલીસ, જૂતા રપિેરિંગ, દવાઓ સહિતની તમામ સેવા ઉપલબ્ધ થઇ રહી છે.
ત્રણ નાના બાળકોને લઇને સુરતથી અંબાજી પદયાત્રી
બાળકોને માના દર્શનની બાધા પુર્ણ કરતાં મા-બાપને માની શ્રદ્ધાના પુર મુખ ઉપર દેખાઇ રહ્યા છે. સુરતથી પગપાળા બાળકો લઇને નીકળેલા જાકુભાઇ લાખાદાસ રાંદેરરોડથી દાંતા આવી પહોંચ્યા હતા પણ થાક દેખાતો નહોતો.
સેવા કેમ્પો પદયાત્રીકોથી ધમધમી ઉઠ્યા
પાટણના છેલ્લા ૨૩ વર્ષથી ચાલતો બિલ્ડર્સ એસોશિએશનનો ચોખ્ખા ધીનો શિરો-મગદળનો કેમ્પ, ભાજપનો સિદ્ધહેમ ખમણનો કેમ્પ, નવધણજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના અડદની દાળ, રોટલો, ધી-મચરાનો કેમ્પ તેમજ છેલ્લા ૯ વર્ષથી આંધ્રપ્રદેશ ગુજરાતી સબમર્શીબલ પંપનો ઇડલી સંભારનો કેમ્પ સહિત જુદાજુદા શ્રી રામ સેવ સમિતિ રાધનપુરનો ખીચડી-કઢી, બુંધી પૂરીનો કેમ્પ ઉપર પદયાત્રિકોની ભીડ જોવા મળી હતી. શ્રીરામ સેવા સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, સવા લાખ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.