ન્યૂઝ ઇનબોકસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાના રાજપુર થી નવાનગર માર્ગ બિસમાર
રાજપુર& ધનસુરા તાલુકાના રાજપુર નવાનગર માર્ગ ઉપર એક ફુટ જેટલા ખાડાઓ પડી ગયા છે. રોડ બિસમાર બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.રાજપુરથી આકૃરુન્દ ઉદેપુર તેમજ નાના મોટા ગામડાઓ સુધી જવા માટે આ માર્ગેથી લોકો જતા હતા. પરંતુ માર્ગની હાલત ખરાબ થતાં લોકો પટકાઇ જવાના બનાવો પણ બને છે.લોકોને બે કી.મી વધુ ચક્કર કાપી વડાગામ થઇ જવુ પડતુ હોય છે.એસ.ટી બસો બંધ થઇ જતા આકરૂન્દ તેમજ ધનસુરા અભ્યાસ અર્થે જતા બાળકો પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ માર્ગ માટે માજી જિલ્લા સદસ્ય રઘાભાઇ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાતાં નથી. સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ આ રસ્તા મુદ્દે ઉપેક્ષા કરાઈ રહી છે.સત્વરે માર્ગ રીપેર નહી થાય તો ચૂંટણીમાં ગ્રામજનો વિરોધ કરશે.

થાનમાં ગોળીબારની ઘટનાને લઈ આવેદન
બાયડ &સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલિતના મોત નપિજવાને લઇ પોલીસ સામે જનઆક્રોસ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇ ગુરુવારના રોજ સાબરકાંઠા જિલ્લા વણકર સેવા સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી દોષિતો સામે હત્યાનો ગુનો નોધવા માગણી કરી છે. આ ઘટનાને લઈ દલિત સમાજમાં ઘેરાપ્રત્યાઘાત પડયા છે. જેને લઇ સાબરકાંઠા જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શનાભાઇ ડી પરમાર,મંત્રી કાનજીભાઇ પી.રાઠોડ,હસમુખભાઇ સકશેના તથા અન્ય સમાજના આગેવાનોએ ગુરુવારના રોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ.અને ગોળીબારમાં મૃત્યુ પામેલાને સરકાર તરફથી ૧૦ લાખની સહાય તથા દોષિત સામે હત્યાનો ગુનો નોધવા માટે માગણી ઉઠાવી છે. સમગ્ર પ્રકરણે યોગ્ય ન્યાય નહી મળે તો જિલ્લામાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સલાલ મહાવિધ્યાલયમાં વકતૃત્વ સ્પધૉ યોજાઇ
પ્રાંતજિ & સમાજકાર્ય મહાવિધ્યાલય સલાલ ખાતે તાજેતરમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે વકતૃત્વ સ્પધૉ યોજાઇ હતી. જેમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ સંલગ્ન તમામ એમ.એસ.ડબલ્યુ કોલેજોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હસમુખભાઇ.ડી.પટેલ તથા નિણૉયક તરીકે નારદીપુર મહિલા બી.આર.એસ. કોલેજના આચાર્ય દેવજીભાઇ પટેલ તેમજ મોડાસાની લાટીવાલા પી.ટી.સી. કોલેજના આચાર્ય ડૉ.સંતોષભાઇ દેવકર ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટી ડૉ.ભાનુપ્રસાદ.બી.પટેલ તથા ડૉ.મદનસિંહ.જી.ચૌહાણ તથા વિભાગના આચાર્ય જીતેન્દ્રસિંહ ચંુડાસમા તથા અધ્યાપક સ્વાતિબેન, નયનાબેન, રોહિતભાઇ ઉપસ્થિત રહ્યા હતા. વકૃત્વ સ્પધૉમાં પ્રથમ નંબરે એમ.એસ.ડબલ્યુ કોલેજ સલાલના વિદ્યાર્થી રાજપુરા જયેશભાઇ આવ્યા હતા.

મોડાસા-મેઘરજમાં ઘરના ઘરના ફોર્મનું વિતરણ
મોડાસા/મેઘરજ& કોંગ્રસ દ્વારા ઘરના ઘરના ફોર્મનું વિતરણ હાથ ધરાયું છે ત્યારે મોડાસા અને મેઘરજમાં ઠેર ઠેર ફોર્મ મેળવવા લોકો ઉમટયા હતા. મેઘરજમાં પ્રથમ દિવસે ૪૦૦૦ ફોર્મનું વિતરણ કરાયું હતું.છેલ્લા બે દિવસથી મોડાસા તાલુકામાં ઘરના ઘરના મફત પ્લોટના ફોર્મનુ વિતરણ શરૂ કરાયું છે જેમાં ટિંટોઈ, મુલોજ, સાયરા, ડુઘરવાડા, સાકરિયા, વણિયાદ, શિણાવાડ સહિતના ગામોમાં છ હજારથી વધુ ફોર્મનું વિતરણ કરાયું છે. તાલુકા કોંગ્રેસ સમિતિ તથા કાર્યકરો દ્વારા ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે. આગામી દિવસોમાં બાકીના ગામોમાં ફોર્મનું વિતરણ કરાશે. મેઘરજમાં મંગળવારે વિતરણ શરૂ કરાયું હતું જેમાં પ્રથમ દિવસે ચાર હજાર ફોર્મ વિતરણ કરાયા હતા. ફોર્મ વિતરણ કાર્યક્રમમાં ડા¸.બી.ડી.ડામોર, જતીનભાઇ પંડ્યા, જગદીશભાઇ ચૌહાણ, લક્ષ્મીબેન વણઝારા, ઈબ્રાહીમભાઇ બંગા સહિતના કાર્યકરો જોડાયા હતા.

કાનડા-કડોલી વચ્ચેનું ગરનાળુ તૂટી જતાં હાલાકી
ઈલોલ & હિઁમતનગર તાલુકાના ઇલોલ પાસેના કાનડાથી કડોલી તરફ જતા માર્ગ પર પાણી જવાના વહેરા પર ગરનાળુ બનાવાયુ હતું. પરંતુ પ્રથમ ચોમાસામાં ગરનાળાનો જ એક તરફનો ભાગ બેસી જઇ તૂટી જતા તેના પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે ડેપ્યુટી સરપંચ દલજીતસિંહ ઝાલા અને કડોલીના હિતેષભાઇ પટેલ તથા ગ્રામજનોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલુ આ ગરનાળુ થોડાજ મહિનાઓમાં વજન ખમી ન શકતા તૂટી જતા ગરનાળાના તકલાદી બાંધકામ સામે કાનડા-કડોલી પંથકની પ્રજામાં શંકાકુશંકાઓ સાથે અનેક પ્ર®નો ખડા કર્યા છે. આ અંગે તંત્ર દ્વારા ગરનાળાના નબળા બાંધકામ તથા ગેરરીતિ અંગે તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલા લેવાય તેવી માગણી છે.

ઈડરના રાધુપુરા ગામમાં જવાનો માર્ગ બંધ
ઉમેદગઢ & ઇડર તાલુકાના ખાસકી ગામના પેટાપરૂ રાધુપુરા ગામમાં જવાનો માર્ગ થોડા દિવસ અગાઉ તળાવ ફાટતા ધોવાઇ ગયો હતો. જે અંગે રજૂઆત કરાયા છતા તંત્રની નષ્ક્રિીયતાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તંત્ર દ્વારા રોડની કામગીરી સત્વરે હાથ ધરાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.આ અંગે આક્રોશ ઠાલવતા સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે તળાવની પાર તૂટી જવાને કારણે ખેતીની સીઝન, બિમારી કે અન્ય આકિસ્મક સંજોગોમાં કોઇ વાહન આવી શકે તેમ નથી. જે અંગે ઉચ્ચ કક્ષાએ માર્ગ બનાવવા રજૂઆત કરી છે. પરંતુ નગરોળ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાતી નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ખેડૂતોને બળદગાડુ લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

માલપુરમાં ગણેશોત્સવની ઊજવણીમાં મહાપૂજા
માલપુર& માલપુરના દરબારગઢ વિસ્તારમાં રાજપુત યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલ ગણેશોત્સવની ઊજવણીમાં ગુરુવારના રોજ મહાપૂજા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો દુંદાળા દેવના દર્શનાથેg ઊમટી પડ્યા હતા. માલપુરના વિનાયકનગર, લીમડાચોક વિસ્તાર તથા દરબારગઢ વિસ્તારમાં ધારસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના યજમાનપદે મહાપૂજા તથા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માલપુર તથા આસપાસથી મોટી સંખ્યામાં લોકો આ મહાપૂજામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, રાજપુત યુવક મંડળના અગ્રણીઓ ઈશ્ર્વરસિંહ ચૌહાણ, માલપુર ગ્રામપંચાત ઉપસરપંચ હસમુખભાઇ મહેતા, નરેન્દ્રસિંહ વાઘેલા તથા દશરથસિંહ ચૌહાણ વગિેરે ઉપસ્થિત રહી પૂજા કરી હતી. તસ્વીર : જગદીશચંદ્ર ગોર