• Gujarati News
  • મેડીકલ કોલેજનું ખાતમુહૂર્ત

મેડીકલ કોલેજનું ખાતમુહૂર્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ : હિઁમતનગર
હિઁમતનગર નજીક હડિયોલ ખાતે રૂ.૩૫૦ કરોડના ખર્ચે નિમૉણ થનાર મેડીકલ કોલેજનું ભૂમપિૂજન અને હિઁમતનગરની સિવિલ હોસ્પિટલમાં રૂ.૪.૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ શુક્રવારે રાજ્યના આરોગ્યમંત્રી અને જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં થયુ હતું. રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં એક મેડીકલ કોલેજ એ માત્ર સપનું હતું ત્યારે આ સરકારે ચાર જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓને મેડીકલ કોલેજો ફાળવી ઉત્તર ગુજરાતની પ્રજાના આરોગ્યની ચિંતા કરી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે શુક્રવારે હિઁમતનગર ખાતે ટ્રોમા સેન્ટર અને લોકાર્પણ અને મેડીકલ કોલેજના ભૂમપિૂજન પ્રસંગે જણાવ્યુ હતું કે જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને, ગરીબ દર્દીઓને તેનો લાભ મળે અને સારવારના અભાવે તે મૃત્યુ ન પામે તે માટે આ અત્યંત આધુનિક ટ્રોમા સેન્ટરનું નિમૉણ કરાયુ છે. રૂ.૪.૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ટ્રોમા સેન્ટરને વેિન્ટલેટર, ઇન્કયુબેટર, આઇસીયુ વોર્ડ અને આધુનિક મશીનરીથી સજજ કરાયુ છે. ત્યારે જિલ્લાની પ્રજાને તેનો મહત્તમ લાભ મળશે.
આરોગ્ય મંત્રીએ મેડીકલ કોલેજના નિમૉણ અંગે જણાવ્યું હતું કે રૂ.૩૫૦ કરોડના ખર્ચે નિમૉણ થનાર મેડીકલ કોલેજમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ મેડીકલનું ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પ્રાપ્ત કરી શકશે. શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે સાબરકાંઠા જિલ્લો એજયુકેશન હબ બની રહ્યો છે ત્યારે આ મેડીકલ કોલેજથી વધુમાં વધુ લાભ જિલ્લાવાસીઓને મળશે.
મેડીકલ કોલેજના ભૂમપિૂજન તેમજ ટ્રોમા સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રફૂલ્લભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રીઓ દપિસિંહ રાઠોડ, વજિય પંડ્યા, એસ.ટી.ના ડિરેકટર કૌશલ્યાકુંવરબા, હિઁમતનગર ન.પા. પ્રમુખ પલ્લવીબેન ગાંધી, જિલ્લા કલેકટર એલ.સી.પટેલ, સિવિલ સર્જન જે.એમ.ઉપેરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેડીકલ કોલેજ માટે કેવું આયોજન
મેડીકલ કોલેજ સાથે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ સ્ટાફ કવાર્ટસ બનાવાશે.
પ્રથમ તબક્કામાં મેડીકલની ૧૫૦ બેઠકો રહેશે.
- પ્રથમ તબક્કામાં ૩૦૦ અને બીજા તબક્કામાં ૪૫૦ બેડની મંજુરી
કોલેજ અને અન્ય બિલ્ડીંગો કુલ ૧૧.૦૦.૭૫ હે.આર.ચોમી. જમીન પર બનશે.
બાંધકામ ૨૦૧૫ સુધીમાં પૂર્ણ કરાશે