• Gujarati News
  • મહાત્મા મંદિરનું નિમૉણ કરતી કંપનીને કોર્પોરેશનની નોટિસ

મહાત્મા મંદિરનું નિમૉણ કરતી કંપનીને કોર્પોરેશનની નોટિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિમૉણકાર્યનો કોન્ટ્રાકટ ધરાવતી એલ એન્ડ ટી કંપનીને સફાઈમાં બેદરકારી બદલ મ્યુનિસપિલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. ગંદકીના મુદ્દે અગાઉ પણ કોર્પોરેશને કંપનીને નોટિસ ફટકારી હતી. મજુરોની વસાહતમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી ગંભીર બેદરકારી જોવા મળતાં નોટિસ ફટકારવામાં આવી છે. ઝુંપડપટ્ટી સુધી ગંદું પાળી રેલાવા સાથે સ્વાસ્થ્ય માટે જોખમી ધૂળ ઊડતી હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિને પગલે નોટિસ અપાઈ છે. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની ટીમે તાજેતરમાં ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ચેિંકગ કર્યું હતું. જેમાં મહાત્મા મંદિરનું કામ કરતી એલ એન્ડ ટીના મજુરોની વસાહતોમાં ગંદકી અને સફાઈમાં અક્ષમ્ય બેદરકારી જણાઈ આવી હતી. સેકટર-૧૩ના ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગંદાં પાણી રેલાતાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ હતી. ગંદાં પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં કંપનીની બેદરકારી જોવા મળી હતી. ઉપરાંત, સિમેન્ટ-રેતીનું મશિ્રણ કરતાં મશીનમાંથી સ્વાસ્થ્ય જોખમાય તેવી ધૂળ ઊડતી હોવાથી તે અંગે પણ કંપનીએ તકેદારીનાં કોઈ પગલાં લીધાં નહોતાં. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશતને પગલે એલ એન્ડ ટી કંપનીના અધિકારીને કોર્પોરેશને નોટિસ ફટકારી હતી.
આ અંગે પૂછતાં કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. દિનેશ બારોટે કહ્યું હતું કે એલ એન્ડ ટીને અગાઉ પણ સાઇટ પર તથા મજુરોની વસાહતોમાં સફાઈ રાખવા માટે સૂચના અપાઈ હતી. આમ છતાં કંપનીએ સફાઈ અને રોગચાળો ન ફેલાય તેવાં કોઈ પગલાં લીધાં નથી. આથી બીજી વાર નોટિસ ફટકારવામાં આવી છે.