• Gujarati News
  • મેળામાં સૌપ્રથમ વખત એન્ટી ટેરેરસ્ટિ વાન ગોઠવાઇ

મેળામાં સૌપ્રથમ વખત એન્ટી ટેરેરસ્ટિ વાન ગોઠવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી : અંબાજીમાં ભાદરવી મહાકુંભમાં આવતા લાખો માઇભકતોની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. જયાં પ્રથમ વખત એન્ટીટેરેરીસ્ટ (આતંકવાદીઓનો સામનો કરવા) ની વાન લાવવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, ‘ભાદરવી પૂનમના મેળામાં સૌપ્રથમ વખત એન્ટી ટેરેરીસ્ટવાન લાવવામાં આવી છે. રૂ. ૬૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલા આ વાહનમાં અત્યાધુનિક શસ્ત્રો રખાયા છે. જેમાં મુકવામાં આવેલા બાકોરામાંથી ચોમેર ફાયરÃગ થઇ શકે છે. વાનમાં ૧૫ જવાનો રહી શકે છે.’