• Gujarati News
  • ઓવરટેકના મુદ્દે ઝઘડો થતાં નેનોના કર્મચારીઓની કારો સળગાવાઈ

ઓવરટેકના મુદ્દે ઝઘડો થતાં નેનોના કર્મચારીઓની કારો સળગાવાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોપલમાં આવેલી સંસ્કારધામ સ્કૂલ પાસે બુધવારે સાંજે કાર ઓવરટેક કરવાના ઝઘડામાં ઉશ્કેરાયેલા લોકોએ તાતા નેનો પ્લાન્ટના એક યુનિટ હેડની કાર અને તેમના કર્મચારીઓને લઇને જતી અન્ય કાર સળગાવી નાખી હતી. બોપલ પોલીસે આ અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાના કર્યા છે.નેનોના કર્મચારીઓ પર હુમલો કરીને કારને આગ લગાવી દેનારા શખ્સો ગોધાવીના હોવાની વિગતો પોલીસને મળી હતી.
રવીન્દ્રકુમાર ફૂલચંદ્ર જૈન (ઉં.વ.૪૪)(રહે.બાલેશ્ર્વરકૃપા એપાર્ટમેન્ટ, બોપલ) સાણંદમાં આવેલા તાતા નેનો કાર પ્લાન્ટના એક યુનિટના હેડ તરીકે ફરજ બજાવે છે. રોજની જેમ બુધવારે તેઓ તેમની ટોયોટા ઇટીઓસ કાર લઇનેસાંજના સમયે સાણંદથી પોતાના ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ તેમની કાર લઇને સંસ્કારધામ સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઇડમાંથી એક ફોકસ વેગન પોલો કારના ચાલકે તેની કાર અચાનક રસ્તા પર લાવી દીધી હતી.જેથી પોલો કાર રવીન્દ્રભાઇની ઇટીઓસ કારની પાછળની તરફ ભટકાઇ હતી.તેથી રવીન્દ્રભાઇએ પોલો કારના ચાલકને ઠપકો આપ્યો હતો. રવીન્દ્રભાઇ અને પોલો કારના ચાલક વચ્ચે બોલાચાલી થઇ રહી હતી ત્યારે નેનો પ્લાન્ટમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓને લઇને એક કવોલીસ કાર પણ ત્યાં પહોંચી ગઇ હતી. જેથી પોલો કારનો ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ફોન કરીને કેટલાક લોકોને ત્યાં બોલાવી લીધા હતા. બીજી બાજુ પોલો કારના ચાલક રવીન્દ્રભાઇને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. એજ સમયે ચારથી પાંચ જેટલી બાઇકો લઇને કેટલાક શખ્સો ત્યાં આવી ગયા હતા. જેથી રવીન્દ્રભાઇ ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમના અને અન્ય સાથીઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાની જાણ પોલીસને કરી હતી.રવીન્દ્રભાઇ આ વાત પોલીસને કરી રહ્યા હતા ત્યારે કવોલીસ કારમાં આવી રહેલો એક શખ્સ પણ બોપલ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો હતો અને રવીન્દ્રભાઇને કહ્યું હતું કે પેલા લોકોે આપણી બંને કારો સળગાવી દીધી છે. બોપલ પોલીસે આ ઘટનામાં રવીન્દ્રભાઇની ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના વિશે હું કંઇ કહી શકીશ નહીં
^બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ વિશે હું કંઇ કહી શકીશ નહીં. તેની વિગતો અમારા કોમ્યુનિકેશન સેલ જ આપી શકે છે.
- રવીન્દ્ર જૈન, નેનો કાર પ્લાન્ટના યુનિટ હેડ

અમે આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી લઇશું
અમે કાર સળગાવનારા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
- એ. બી. વાળંદ, પીઆઈ,બોપલ પોલીસ સ્ટેશન