• Gujarati News
  • અહિઁસા એ ભારતની અિસ્મતા છે

અહિઁસા એ ભારતની અિસ્મતા છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય સંસ્કૃતિમાં જે મહત્વ ગંગા નદીનું છે તેવું જ મહત્વ જીવનમાં અહિઁસાનું છે. અહિઁસાની ગંગા એ ભારતની અિસ્મતા અને પ્રતિષ્ઠા છે તેમ જણાવતા જૈન પરંપરાના બહુચચિgત સંત મુનિ તરુણસાગરજીએ કહ્યું કે, ગાંધીજીએ અહિઁસા અને સત્યના પરમ પૂજારી અને ઉપાસક હતા. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધીના દેશમાં કતલખાના હોવા એ દેશના માથે લાગેલું કલંક છે.
મુનિએ વધુમાં જણાવ્યું કે, સરકાર, વિદેશી હૂંડિયામણ દેશમાં લાવવા માટે પશુઓની હત્યા કરીને તેના માંસની નિકાસ કરી રહી છે. પશુહત્યા એ લોકતંત્રની હત્યા છે. પશુઓને મારી તેમના માંસની નિકાસ કરવી એ આપણી પરંપરા અને સંસ્કૃતિ નથી. જો નિકાસ કરવી જ હોય તો ઘી-દૂધ, સોના ચાંદીની નિકાસ કરો.
બીજી બાજુ મુનશિ્રીના પ્રવકતા કૃષ્ણા રતલામીએ જણાવ્યું કે, હવે મુનશિ્રી વધુ એક વક્રિમ રચવા જઈ રહ્યા છે. અહિઁસા દાંડીયાત્રાને ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ કરવા માટે અધિકારીઓ અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ અહિઁસા દાંડીયાત્રા જોઈ ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ અિંહસા દાંડીયાત્રામાં ૧૦૦૦ ગાંધીની સાથે ગુજરાતનું પોલીસ બેન્ડ, રેલીમાં જોડાનાર સ્વાતંત્રયસેનાનીઓને સલામી આપી રાષ્ટ્રભિકતની મધુર ધૂનો રેલાવશે. તેની સાથે જ પોલીસ અશ્ર્વદળના જવાનો તેમજ વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળના ૪૦ જેટલા નેત્રહીન બાળકો પણ ગાંધીના વેશમાં અહિઁસા દાંડીયાત્રામાં જોડાશે.