• Gujarati News
  • ડો.ં.ના પ્ર®નપત્રો બજારમાં વહેતા થયાની અફવા

ડો.ં.ના પ્ર®નપત્રો બજારમાં વહેતા થયાની અફવા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિધ્યાશાખાની યોજાનારી પીએચડીની ટેસ્ટ અંતર્ગત કેટલીક વિધ્યાશાખાના પ્રશ્નપત્રો બજારમાં વહેતા થયા હોવાની જોરશોરથી ચર્ચા ચાલી છે. જેને કારણે ગુજરાત યુનિવર્સિટીના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બાબતને લઈને આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની શકયતા સેવાઈ રહી છે.
આ બાબતને લઈને ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ હોવાની ચર્ચા ચાલી છે, જો કે સત્તાવાળાઓએ આ બાબતને સમર્થન આપ્યું નથી.
આ અંગે મળતી માહિતી મુજબ સાયન્સ, કોમર્સ, આટ્ર્સ, લા‹ સહિતની વિવિધ વિધ્યાશાખામાં પીએચડીમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ આગામી શનિવારે રાખવામાં આવી છે. જે અંતર્ગત કેટલીક વિધ્યાશાખાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ પાસે ફરતા થયા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી છે.
બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ તો પીએચડીમાં કેટલાક વિષયોના પ્રશ્નપત્રો બજારમાં ભલે ફરતા થયા હોવાથી પણ પીએચડીની આખી એન્ટ્રન્સ ટેસ્ટ જ રદ કરવાની માંગણી કરી રહ્યા છે.