• Gujarati News
  • નીલદીપ કોમર્સ કોલેજને નોટિસ ફટકારાઈ

નીલદીપ કોમર્સ કોલેજને નોટિસ ફટકારાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડિન ડો. એન.ડી.શાહની નીલદીપ કોમર્સ કોલેજે જોડાણ શરતોનો ભંગ કરતાં,યુનિવર્સિટીની નોટિસોનો જવાબ ન આપતા ઉચ્ચ સત્તાવાળાઓએ કોલેજ સામે લાલ આંખ કરી છે.ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. અરવિંદ ભંડારીએ કોલેજના ટ્રસ્ટીને નોટીસ પાઠવીને કોલેજની જમીન તથા બાંધકામના દસ્તાવેજો મામલતદારની સહી સાથે રજુ કરવા આદેશ કર્યો છે. જો કે કોલેજ સત્તાવાળાઓએ તેમને આ બાબતે નોટિસ ન અપાઈ હોવાનું તેમજ કોલેજનો પ્રોગ્રેસ રિપોર્ટ રજુ કરવા માટે જણાવાયું છે.
નીલદીપ કોમર્સ કોલેજના ટ્રસ્ટને જુન ૨૦૧૦માં સેલ્ફ ફાઈનાન્સ ધોરણે બે વર્ષમાં ટ્રસ્ટની પાંચ એકર જમીન ઉપર કોલેજનું બિલ્ડિંગ બાંધી ગાંધીનગર પાસે જાખોર ગામે કોલેજ ટ્રાન્સફર કરવાની શરતે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કોલેજને ટેમ્પરરી ભાડાના મકાનમાં શરૂ કરવાની મંજુરી અપાઈ હતી. જોકે કોલેજના ટ્રસ્ટીઓએ તમામ શરતોનું પાલન કરવાની સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી આપીને જોડાણ મેળવ્યું હતું.