• Gujarati News
  • સિદ્ધપુરમાં લાભાર્થીઓને ચેક અપાયા

સિદ્ધપુરમાં લાભાર્થીઓને ચેક અપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર& સિદ્ધપુર ખાતે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નગિમ નવી દિલ્હી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તેમજ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નગિમ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે સીધી ધિરાણની વિવિધ લોન યોજનાના ૧૨૫ લાભાર્થીઓને રૂ. ૪૮ લાખના ચેકનું વિતરણ કરાયુંું હતું.આ પ્રસંગે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, આ યોજનાઓ દ્વારા રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજના લોકો અન્ય વિકસીત સમાજના લોકોની હરોળમાં આવી શકશે. જ્યારે નગિમના ચેરમેન પુંજાજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ વર્ષે એક હજાર લાભાર્થીઓને નાના ધંધા વ્યવસાય માટે રૂ. ૪ કરોડનું ધિરાણ આપવામાં આવશે. આ પ્રસંગે અજીતભાઇ ઠાકર, નગિમના એમડી જસવંતભાઇ ગાંધી, ભરતભાઇ મોદી, મનિષ પ્રજાપતિ, રેવાભાઇ, જાવેદભાઇ, નંદાજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા
પાટણમાં કન્યા કેળવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પાટણ & પાટણમાં અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત વા.યુ.ચૌધરી કન્યા છાત્રાલયમાં રવિવારે પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને તેમના ઉત્કર્ષ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરુ પાડયું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ લ-મણભાઇ ચૌધરી, પૂર્વપ્રમુખ બળવંતભાઇ ચૌધરી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝીલિયાના છાત્રો કવીઝ સ્પધૉમાં ઝળકયા
પાટણ& ચાણસ્મા તાલુકા કક્ષાનો તાજેતરમાં સ્વર્ણિમ કવીઝ સ્પધૉ યોજાઇ હતી. જેમાં ગાંધી આશ્રમ ઝીલિયા સંચાલિત વાિલ્મકી આશ્રમશાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સ્પધૉમાંં રબારી વનાભાઇ કાનાભાઇ ભાઇઓમાં તેમજ ગોસ્વામી પૂજાબેન કાનપુરીએ બહેનોમાં ચાણસ્મા તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા વજિેતાએ ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
સિદ્ધપુરમાં ઝુલેલાલ ભગવાનની શોભાયાત્રા નીકળી
સિદ્ધપુર & સિદ્ધપુર ટાવર રોડ વેપારી એસોસિયેશન તેમજ સિંધી સમાજ દ્વારા નવીન બનેલ દુકાનોના પ્રસંગે તાજેતરમાં વેદોકત મંત્રોચ્ચાર હોમાત્મક નવચંડી યજ્ઞ તેમજ ઝુલેલાલ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રગણ્યો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો હતો. રૂદ્રમહાલય મંદિરેથી ઝુલેલાલ ભગવાનની નિકળેલી શોભાયાત્રામાં ઝુલેલાલ સેવા મંડળ તેમજ સિંધી સમાજના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે શોભાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થયું હતું. જ્યારે સાંજે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસની ઉપસ્થિતિમાં નવચંડી યાગની પૂણૉહુતિ કરવામાં આવી હતી. શોભાયાત્રાને સફળ કરવા લક્ષ્મણદાસ મુલાણી, તારાચંદ કેવળરામ, નરેશભાઇ જશવાણી સહિત ઝુલેલાલ સેવા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.
વાહણા ગામે રામદેવ પીરનો મેળો યોજાયો
ખારેડા& વાગડોદ પોલીસ સ્ટેશનની હદના વાહણા ગામે પરંપરા મુજબ રામાપીર મંદિરના પરિસરમાં ભાદરવા સુદ -એકાદશીનો લોકમેળો યોજાયો હતો. તેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા રામાપીર મંદિરમાં નેજા ચડાવવામાં આવ્યા હતા. લોકમેળામાં સ્થાનિક સહિત આસપાસના પંથકોમાં ઉપરાંત પાટણ, બનાસકાંઠા જિલ્લાના લોકો ઉમટી પડયા હતા અને રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં બંદોબસ્ત માટે વાગડોદ પીએસઆઇ જી.આર.વાઘેલા સાથે પોલીસ સ્ટાફ ખડે પગે સેવા બજાવી હતા.
ભાટસણમાં વિવેકાનંદ જયંતિ વાંચન પર્વ ઉજવાયું
ખારેડા& પાટણ તાલુકાના ભાટસણ ચામુંડાનગર પ્રા.શાળામાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વાંચનપર્વ અંતર્ગત ધો.૨થી ૫ના તમામ બાળકોને પ્રોત્સાહનરૂપે ઇનામ આપી સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક ફરમના આર.ચૌહાણે કર્યું હતું.
રોડ સાઇડે બાવળના ઝુંડથી અકસ્માતનો ભય
ચાણસ્મા& ચંદ્રુમાણા-સેવાળા અને ખારીઘારિયાલ-ચંદ્રુમાણાના રોડથી બંને સાઇડના બાવળો રોડ પર આવી જતાં સામેથી આવતા વાહનોને એક બીજાને સાઇડો લેવામાં હેરાનગતિનો ભોગ ચાલકોને બનવું પડે છે. વળાંકોમાં બાવળોના ઝુંડથી ક્યારેક મોટો અકસ્માત થાય તેવો ભય પણ ચાલકોએ વ્યક્ત કર્યો હતો. આ બને રોડ ચાણસ્મા, મહેસાણા, અમદાવાદ જવા માટે અને અડિયા, કુરેજા, થરા સહિતના ચાલકો માટે મહત્વનો હોઇ સત્વરેતંત્રએ બાવળો દૂર કરવા ચાલકોની માંગ ઉઠવા પામી છે.