• Gujarati News
  • સેન્સેક્સ વધુ ૫૩ પોઇન્ટ ઘટ્યો

સેન્સેક્સ વધુ ૫૩ પોઇન્ટ ઘટ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બર મહિનામાં સળંગ ૧૩૦૦ પોઇન્ટની રેલી બાદ માર્કેટ સેિન્ટમેન્ટ રેન્જબાઉન્ડ બની ગયું છે. સરકારની એફડીઆઇ, ડીઝલ ભાવવધારા સહિતના સુધારાઓની અસર હળવી થવા સાથે જ ઊંચા મથાળે નફો બુક કરવાનું વલણ વધી રહ્યું છે. એફ એન્ડ ઓ સેગમેન્ટમાં સપ્ટેમ્બર સિરીઝનો આજે છેલ્લો દિવસ રહેતા સાંકડી વધઘટે સેન્સેક્સ છેલ્લે ૫૨.૬૭ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮૫૭૯.૫૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ ઓઇલ એન્ડ ગેસ, આઇટી, ટેકનોલોજી, મેટલ, પીએસયુ, ઓટો અને પાવર શેર્સમાં પણ સાધારણ પીછેહઠ જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટે ટુ-જીના મામલે પ્રેસિડેિન્સયલ રેફરન્સનો મુદ્દો ગ્રાહ્ય રાખતા તેની પણ અસર જોવાઇ હતી. જોકે એફએમસીજી, કન્Íયુમર ડÛુરેબલ, કન્Íયુમર ગુડ્સ અને રિયાલ્ટી શેર્સમાં સુધારાની ચાલ આગળ વધી હતી. તેવી જ રીતે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસમાં પણ સળંગ ચોથા દિવસે સુધારાનું વલણ જારી રહ્યું હતું.
સેન્સેક્સ બેÍડ ૩૦ પૈકી ૧૯ જાતોમાં ઘટાડો અને ૧૧ જાતોમાં સુધારો નોંધાયો હતો. કુલ ટ્રેડેડ ૨૯૮૮ પૈકી ૧૫૧૬ જાતોમાં સુધારો અને ૧૩૩૬ જાતોમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ૧૩ પૈકી આઠ સેકટોરલ ઇન્ડેકસમાં સાધારણ ઘટાડાની ચાલ જોવા મળી છે જે દર્શાવે છે કે માર્કેટ સેિન્ટમેન્ટ અને માર્કેટબ્રેડ્થ બન્ને સાધારણ સાવચેતીનો સંકેત આપી રહ્યા છે.
નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી-૫૦ વધી ૧૩.૯૫ પોઇન્ટના ઘટાડા સાથે ૫૬૪૯.૫૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેક્નિકલ એનાલસ્ટિોના મત અનુસાર નિફ્ટી માટે ૫૬૪૦નું લેવલ ખૂબ જ મહત્વનું છે. જો તે તૂટે તો નફારૂપી વેચવાલીએ ગણતરીના દિવસોમાં જ ૫૪૫૦ સુધીના ઘટાડા માટે તૈયારી રાખવી.
સેઇલ, સ્ટરલાઇટ પણ એનએસઇ બેન્ચમાર્ક ઇન્ડેકસમાંથી આઉટ થયાના અહેવાલો પાછળ બે ટકાથી વધુ ઘટયા હતા. આ બન્ને સ્ક્રીપ્સનું સ્થાન અલ્ટ્રાટેક અને લ્યુપિન લેશે.
કિંગફશિર, યુબી હોલ્ડિંગમાં સિર્કટ લિમિટ!
મુંબઇ શેરબજારે યુબી જુથના શેર્સમાં ચાલી રહેલા તોફાનમાં રોકાણકારો નવાણિયા કૂટાય નહિ તેને ધ્યાનમાં રાખીને કિંગફશિરમાં પાંચ ટકા અને યુબી હોલ્ડિંગમાં ૧૦ ટકાની સિર્કટ મયૉદા જાહેર કરી છે. કિંગફશિર આજે પણ ૮.૦૩ ટકા ઊછળી રૂ. ૧૬.૯૬ અને યુબી હોલ્ડિંગ ઇન્ટ્રા-ડે ૧૫૫.૮૫ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો.
નિફ્ટી માટે ૫૭૬૦ અતિમહત્વનું
સપ્ટેમ્બર સિરીઝના છેલ્લા દિવસને અનુલક્ષીને માર્કેટ રેન્જબાઉન્ડ રહ્યું હતું. ઓકટોબરમાં રોલઓવર નોંધપાત્ર રહેવા સાથે પેન્ડિંગ પોઝિશન સાવ મયૉદિત રહી હતી. સિરીઝ મુજબ નિફ્ટીમાં ૧૩ ટકા સુધારો જ્યારે સીએનએકસ આઇટી ૨.૪૪ ટકા સુધર્યો હતો. ઓકટોબર સિરીઝ માટે ૫૭૬૦નું લેવલ ખૂબ જ ક્રિટિકલ ગણવું. આ લેવલ ટકી રહેવું જરૂરી છે. જો ક્રોસ કરવામાં નિષ્ફળ જાય તો નફારૂપી વેચવાલીના પ્રેશરમાં ૫૫૪૦ પોઇન્ટનું લેવલ જોવા મળી શકે. ઓકટોબર સિરીઝમાં નિફ્ટી ઇન્ડેકસ ઓપ્શન માટેની વોલેટિલિટી ૧૪-૧૬ વચ્ચેની રહી છે જે ખરીદી માટેનો સંકેત આપે છે. નિફ્ટી માટે ૫૭૦૦નો કોલ અને ૫૩૦૦નો પુટ ઓપ્શન ધ્યાનમાં રાખવા. પીએસયુ બેન્કો, ઓઇલ અને ફામૉ શેર્સમાં સુધારાની શકયતા વધુ જણાય છે તેવું કોટક સિકયુરિટીઝના એવીપી, ડેરિવેટિવ્સ સહજ અગ્રવાલે જણાવ્યું હતું.
સ્મોલકેપ- મિડકેપમાં સુધારો
સપ્ટેમ્બર મહિનામાં સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં સંગીન સુધારાની ચાલ જોવા મળી છે. સપ્ટેમ્બર મહિનામાં મિડકેપ ઇન્ડેકસ ૫૨૨ પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેકસ ૫૬૧ પોઇન્ટ સુધર્યો છે. તેવી જ રીતે છેલ્લા એક અઠવાડિયાની સળંગ સુધારાની ચાલમાં મિડકેપ ઇન્ડેકસ ૨૦૨ પોઇન્ટ (૩.૨૦ ટકા) અને સ્મોલકેપ ઇન્ડેકસ ૨૪૭ પોઇન્ટ (૩.૬૯ ટકા) વધ્યો છે. આજે પણ સ્મોલકેપ ઇન્ડેકસ ૧૦.૬૨ પોઇન્ટના સુધારા સાથે ૬૯૫૮.૪૬ પોઇન્ટ જ્યારે મિડકેપ ઇન્ડેકસ ૩૧.૬૩ પોઇન્ટ
સુધરી ૬૫૩૨.૭૭ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.