• Gujarati News
  • ફશિરÃગ કૌભાંડમાં મુખ્યમંત્રીના રાજીનામાની કોંગ્રેસની માગણી

ફશિરÃગ કૌભાંડમાં મુખ્યમંત્રીના રાજીનામાની કોંગ્રેસની માગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ કલેકટર કચેરી સંકુલ બહાર દેખાવો કરી મોદીના પૂતળાનું દહન કર્યું
ભાસ્કર ન્યૂઝ. પાટણ
રાજ્યના કથિત ફશિરÃગ કૌભાંડ મામલે પાટણ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે અધિક નિવાસી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જ્યારે સંકુલના ગેટ આગળ મોદીના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.
પાટણ જિલ્લા કલેકટર કચેરી સામે ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧૨ દરમિયાન ધારાસભ્ય જોધાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વદનજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ મણીભાઇ પટેલ, ચેલાભાઇ ચૌધરી, રીટાબેન મોદી, જીતુ દેસાઇ સહિત યુવા અને મહિલા કાર્યકરોએ કૌભાંડ મામલે મુખ્યમંત્રી રાજીનામું આપે તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં અધિક નિવાસી નાયબ કલેકટર ડી.એ.શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ૪૦૦ કરોડના કથિત ફશિરÃગ કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી પુરૂષોત્તમ સોલંકી વિરુદ્ધ રાજ્યપાલે કરેલી કાર્યવાહીને હાઇકોર્ટે પણ બહાલ રાખી છે. ત્યારે આવા મોટા કૌભાંડમાં ગેરકાયદેસર કોન્ટ્રકટ આપી કરોડોના કૌભાંડને મંજૂરી આપવાની જવાબદારી મુખ્યમંત્રીની થતી હોઇ નરેન્દ્રભાઇ મોદી તાત્કાલિક રાજીનામુ આપે તેવી કોંગ્રેસે માંગ કરી હતી.
ચાણસ્મા : ચાણસ્મામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ પટેલ, રમેશભાઇ વકીલ, પોપટજી ઠાકરો, પરશુરામ વ્યાસ, અમિતભાઇ પટેલ, નરેન્દ્ર ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળે મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.