• Gujarati News
  • ટુંડામાં ~ ૫૪૦૦૦ના ચોરાઉ ભંગારના સાથે એક શખ્સ પકડાયો

ટુંડામાં ~ ૫૪૦૦૦ના ચોરાઉ ભંગારના સાથે એક શખ્સ પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાના ટુંડામાં એક શખ્સને રૂ.૫૪૦૦૦ના ચોરાઉ ભંગાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડÛો હતો. એક વાડામાં તપાસ હાથ ધરીને ૧૭૧૭ કિલોગ્રામના લોખંડ અને એલ્યુમિનિયમનો મુદ્દામાલ કબજે કરીને તપાસ આગળ વધારાઈ હતી. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, તા.૨૭ સપ્ટેમ્બરે રાત્રે ટુંડા ગામમાં હુસેન ઉમર કુંભારના વાડામાં તપાસ કરવામાં આવતાં ત્યાંથી રૂ.૫૪૦૦૦ની કિંમતનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગારમાં ૧૪૦૦ કિલોગ્રામ લોખંડ અને ૩૧૭ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે.
ભંગારનો જથ્થો ક્યાંથી આવ્યો એની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી ટીમે હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ દામજી વિંઝોડા, વજિય આહિર, પ્રવીણ વાણિયા, કાના રબારી, હેમભાઈએ કાર્યવાહી કરી હતી.