• Gujarati News
  • સિદ્ધપુર, સાંતલપુર અને હારજિમાં આઇટીઆઇ સ્થપાશે

સિદ્ધપુર, સાંતલપુર અને હારજિમાં આઇટીઆઇ સ્થપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ખાતે આઇટીઆઇના નવા મકાનનું ભૂમપિૂજન કરાયું
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર ખળી ચોકડી પાસે આૈધ્યોગિક તાલીમ સંસ્થાના નવા મકાનનું ભૂમપિૂજન રાજ્યના શ્રમ અને રોજગાર, નાણાંમંત્રી મંત્રી વજુભાઇ વાળા અને આરોગ્ય મંત્રી જયનારાયણભાઇ વ્યાસના હસ્તે બુધવારે કરાયું હતું.જ્યારે જિલ્લામાં સિદ્ધપુર, હારજિ અને સાંતલપુરમાં ત્રણ નવી આઇટીઆઇ સ્થપાશે તેમ નાયબ નિયામકે જણાવ્યું હતું.
આ પ્રસંગે વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, યુવાનોએ ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે આઇટીઆઇ જેવી સંસ્થામાં અભ્યાસ કરીને ધ્યેય પ્રાપ્ત કરવો જોઇએ. અહીં સોલાર એનર્જી, પેટ્રોકેમિકલ જેવા ઉદ્યોગોને જરૂરિયાત મુજબના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી યુવાનો કૌશલ્ય વર્ધક અભ્યાસક્રમો પસંદ કરી રોજગારી મેળવી શકશે. આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન મેળવવું જરૂરી છે.આઇટીઆઇના માધ્યમ થકી કુશળ કારીગર
બની શકાશે.
જ્યારે નાયબ નિયામક જી.એન.પારેખે જણાવ્યું હતું કે, સિદ્ધપુરનું આઇટીઆઇ ભવન રૂ.૫.૩૫ કરોડ, હારજિનું રૂ.૪.૧૫ કરોડ અને સાંતલપુરનું રૂ.૪.૧૬ કરોડના ખર્ચે બનશે. કાર્યક્રમમાં અજીત ઠાકર, ભરત મોદી, મનિષ પ્રજાપતિ, વિષ્ણુભાઇ ગંગોત્રીવાળા, પ્રવિણ મોદી, શંભુભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.