• Gujarati News
  • ડીસામાંથી એક કિલો અફીણના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ડીસામાંથી એક કિલો અફીણના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડીસા
ડીસા શહેરના રીસાલા બજાર વિસ્તારમાંથી ગુરુવારે સાંજના સુમારે ડીસા શહેર પોલીસે બાતમીના આધારે અફીણના જથ્થા સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. ૫૦ હજાર કિંમતનો એક કિલો અફીણનો જથ્થો જપ્ત કર્યો હતો.
ડીસા શહેર પી.આઇ. આર.એમ.ભદોરીયાને રાજસ્થાનનો એક શખ્સ અફીણના જથ્થા સાથે આવવાનો હોવાની બાતમી મળી હતી. જેથી તેઓએ પી.એસ.આઇ. તેજેન્દ્ર ગઢવી, પી.એસ.આઇ. બી.કે.પરમાર, એ.એસ.આઇ.મણીલાલ સહિત સ્ટાફ સાથે ડીસાના રીસાલા બજાર ચોકમાં વોચ ગોઠવી હતી. જેમાં સાંજે ચારેક વાગ્યાના સુમારે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં જોતાં તેની તપાસ કરતાં તેની પાસેથી એક કિલો અફીણ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ફારુકી કશિનલાલ લાધુરામ વશિ્નોઇ (રહે, ધમાણા, ગુડવાનું ગોળીયું તા. સાંચોર જિ.જાલોર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
શહેર પી.આઇ.આર.એમ.ભદોરીયાએ જણાવ્યું હતું કે, ‘ઝડપાયેલા શખ્સ પાસેથી મળી આવેલો અફીણનો જથ્થો ક્યાંથી આવ્યો અને ડીસામાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની પૂછપરછ કરવા તેમજ તેની સાથે અન્ય કોઇ માણસો સંકળાયેલા છે કે કેમ તેની તપાસ માટે રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.’