• Gujarati News
  • પતિ વિરુદ્ધ પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવનાર મહિલા સામે ફરિયાદ થઇ

પતિ વિરુદ્ધ પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવનાર મહિલા સામે ફરિયાદ થઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ સામે પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવનાર મહિલાએ પણ પતિએ બહેનને માર માર્યો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાતા પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
વાસણા બેરેજ ખાતે રહેતી ઇન્દુ નામની યુવતીના લગ્ન હરશિ ચંડેલ (રહે. ન્યૂ સીજી રોડ) સાથે થયાં હતાં. લગ્ન જીવનમા ંપુત્રી ક્રશિા જન્મ બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં ઇન્દુ પુત્રી ક્રશિા(ઉં.૬) સાથે પિયર રહેવા ચાલી ગઇ હતી. જોકે આ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે. દરમિયાન સોમવારે ઇન્દુ પુત્રી ક્રશિા રામાપીરના મેળામાં ગયા હતા ત્યારે તેનો પતિ હરશિ પરિવારના સભ્યો સાથે ત્યાં પહોંચી ગયો હતો અને તેમણે ક્રશિાના અપહરણનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે હરશિની બેન કવિતાબેને મેળામાં ઇન્દુ અને તેના પરિવારજનોએ પોતાના પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે.