• Gujarati News
  • મત્સ્ય કૌભાંડ કરનારા ભાજપના મંત્રી વિરુદ્ધ કોંગ્રેસના ધરણાં

મત્સ્ય કૌભાંડ કરનારા ભાજપના મંત્રી વિરુદ્ધ કોંગ્રેસના ધરણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના મત્સ્યોધ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કરેલા ૪૦૦ કરોડના કૌભાંડનના વિરોધમાં ગાંધીનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસે ધરણાં કર્યા હતા. ‘રૂ. ૪૦૦ કરોડની માછલી ખાઈ ગયા’ અને ‘ગપ્પાબાજ મુખ્યમંત્રી રાજીનામું આપે’ જેવાં પ્લે કાર્ડ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ ધરણાં કર્યા હતા. કોંગ્રેસીઓએ રાજ્યની ભાજપ સરકાર, મુખ્યમંત્રી અને મંત્રીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજીનામાની માગણી કરી હતી. ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોર પથિકા સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંભાડ સંદર્ભે મુખ્યમંત્રીના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં હાજ રહેલા ૧૫૦થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતાં. ગાંધીનગર ખાતેનાં ઘ-૩ સર્કલ ઉપર આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે ૧થી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ પટેલ સહિતનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.