• Gujarati News
  • અમેરિકી ફિલ્મે કચ્છમાંય કચવાટ સર્જયો છતાં

અમેરિકી ફિલ્મે કચ્છમાંય કચવાટ સર્જયો છતાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં ઇસ્લામ અને પયગમ્બર સાહેબની તાૈહિત પ્રદિર્શત થાય તેવી ફિલ્મમાં વિશ્વ સાથે કચ્છના મુસ્લિમ સમુદાયની પણ લાગણીને ઠેસ પહોંચી છે, પરંતુ આશ્ર્વર્ય વચ્ચે કચ્છના પાંચ મુસ્લિમ સંગઠનના એલાન છતાં ભુજમાં રજૂઆત માટે અપેક્ષા કરતાં ખૂબ ઓછા મુસ્લિમો એકત્ર થયા હતા.
ભૂતકાળમાં આવા જ એક પ્રસંગે ભુજમાં એક લાખથી વધુ મુસ્લિમ એકત્ર થયા હતા અને વિશાળ રેલી કાઢી હતી, જ્યારે આ વખતે તો મુસ્લિમોના વિવિધ ફિરકા અને સંસ્થાઓએ સંયુકત રીતે રેલી યોજવાનું નક્કી કર્યું હોવા છતાં અગાઉની તુલનાએ નહીંવત્ સંખ્યા હતી.
કેટલાક મુસ્લિમોએ જણાવ્યું હતું કે, અમેરિકી ફિલ્મથી લાગણી ચોક્કસ દુભાઇ છે, છતાં એકલાં ભુજમાં જ અંદાજે ૩૦ હજાર જેટલી મુસ્લિમ વસતી હોવા છતાં (અને કચ્છની વસતીમાં પણ
૩૦ ટકા મુસ્લિમ હોવા છતાં) જે સંખ્યા દેખાઇ એ આશ્ર્વર્ય ઉપજાવે તેવી છે.