• Gujarati News
  • ભુજમાં ઉઘરાણી કરતા સાળાએ બનેવીને માર્યો

ભુજમાં ઉઘરાણી કરતા સાળાએ બનેવીને માર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના દાદુપીર રોડ પર આવેલા શેખ ફિળયામાં રહેતા એક યુવાનને તેના સાળાએ લોખંડનો પાઇપ માર્યો હતો. બનેવી રૂપિયા માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે ગયો તો સાળાએ ચોખ્ખી ના પાડી હતી. વારંવાર પૈસા માગતા બનેવીને છેવટે તેણે લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો. આ બનાવ વિશે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જૂસબશા શેખદાદા(૪૫)એ તેના સાળા ઓસમાણ જુસબને રૂ. ચાર હજાર ઉછીના આપ્યા હતા. તા.૨૭ સપ્ટેમ્બરે તે ઓસમાણ પાસે આ રકમની ઉઘરાવવા ગયો ત્યારે ઓસમાણે કહી દીધું કે, તેં મને કોઇ રૂપિયા દીધા નથી. ઓસમાણ બોલ્યો, મેં તને આપ્યા જ છે અને હું રૂપિયા લીધા વિના નહીં જાઉં. આ રકઝકમાં ક્રોધે ભરાયેલા ઓસમાણે તેના માથામાં પાઇપ મારી દીધો હતો.