• Gujarati News
  • ગાડી શીખવાની લાલચે બાળક બહિારથી સિદ્ધપુર પહોંચી ગયો

ગાડી શીખવાની લાલચે બાળક બહિારથી સિદ્ધપુર પહોંચી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ-મુસ્લિમ કાર્યકરોએ વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
ગાડી શીખવાની લાલચે ટ્રક ડ્રાઇવર સાથે બેસી ગયેલો બહિારના કૈમુર જિલ્લાનો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો ૧૨ વર્ષનો બાળક ગાંધીગ્રામ આવ્યા બાદ સિદ્ધપુર પહોંચ્યો હતો. જો કે, શહેરના એક મુસ્લિમ બિરાદરે તેને આશરો આપીને રાખ્યા બાદ સેવાભાવીઓ દ્વારા તેના ગામ પહોંચાડવાની તજવીજ કરી હતી.
બહિારના કૈમુર જિલ્લાના રુહીયા ગામે માતા-પિતા અને ત્રણ નાના ભાઇઓ સાથે રહેતા બલરામ રમાકાંત ઉપાધ્યાય (૧૨)ના જણાવ્યા મુજબ, તે બાર દિવસ પહેલા ગામના હાઇવે પરથી પસાર થતી અને ગુજરાતના ગાંધીધામ આવતી એક ટ્રકના ડ્રાઇવર રાજીવને મળવાનું થતાં તેણે ગાડી શીખવવાનું વચન આપતાં ટ્રકમાં બેસી ગયો હતો અને ગાંધીધામ ઉતર્યો હતો. ત્યાંથી ટ્રેનમાં પટણા જવા નીકળેલો પણ ફરતો ફરતો છેલ્લા ત્રણ દિવસથી સિદ્ધપુર આવ્Ûો હતો. અહીં મને ઇકબાલભાઇ મળી જતાં આશરો આપી બે દિવસ પોતાના દીકરાની જેમ રાખ્યો હતો. મારે મારા ઘરે જવું છે મારા પિતાજી શિવમંદિરમાં પૂજારી છે તેવું કહેતા તેણે સંસ્કૃતમાં ગાયત્રી મંત્રની સાથે શ્લોક પણ બોલ્યા હતા.
ડેમુ ટ્રેનમાં સિદ્ધપુર રેલ્વે સ્ટેશને મળ્યો હતો
ગુરુવારે તે પટણાની ટ્રેન વિશે પૂછતાં મને ભુલો પડ્યો હોવાનું લાગતાં મારા ત્યાં લઇ જઇ પૂછપરછ કરી હતી. તેના મોબાઇલમાં કોઇ નંબરનું કાર્ડ ન હતું. જેથી તેના ખાવા-પીવાની, રહેવાની વ્યવસ્થા કરીને તેના ઘરે પહોંચે તેવા કરવાના પ્રયત્ન કર્યા હતા તેવું ઇકબાલભાઇ ફનિgચરવાળાએ જણાવ્યું હતું.
વેબસાઇટ-હેલ્પલાઇન દ્વારા તેનું ઘર મંદિર બતાવ્યું
અમોએ તેનું ગામ, તેનું મંદિર અને ઘર વેબસાઇટ દ્વારા બતાવતાં તેને ઓળખી બતાવ્યું હતું. અત્રેની સંસ્કૃત પાઠશાળામાં બહિારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની સાથે ઓળખાણ કરાવીને તેને પરત તેના ગામ મોકલવાની વ્યવસ્થા કરી રહ્યાનું સેવાભાવી કાર્યકર મનુભાઇ પટેલે જણાવ્યું હતું.