• Gujarati News
  • દલિતો પર કરાયેલા ગોળીબારના વિરોધમાં આવેદનપત્ર અપાયું

દલિતો પર કરાયેલા ગોળીબારના વિરોધમાં આવેદનપત્ર અપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિતો પર કરાયેલા ગોળીબારના વિરોધમાં આવેદનપત્ર અપાયું
ભાસ્કર ન્યૂઝ .હિઁમતનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં તાજેતરમાં પોલીસ દ્વારા દલિતો પર ગોળીબાર કરાતા ત્રણ યુવકોના મોત નપિજયા હતા. જેના વિરોધમાં ગુરૂવારે સાબરકાંઠા જિલ્લા દલિત સેના દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
દલિત સેનાએ આપેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ સરકારે દલિતોની રજૂઆતને ધ્યાનમાં લેવાને બદલે પોલીસ અધિકારીએ ત્રણ દલિતો પર ગોળીબાર કરી તેમના મોત નપિજાવ્યા છે જે બતાવે છે કે પોલીસનુ માનસ દલિત વિરોધી છે. જેની સામે સાબરકાંઠા જિલ્લા દલિત સેના વિરોધ નોધાવ્યો છે. તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવી જોઇએ. વધુમાં જણાવાયા મુજબ સરકાર અક્ષરધામમાં ધોળે દિવસે હત્યા કરનાર આતંકવાદીઓને પકડી શકતી નથી તે સરકાર દલિતો પર ગોળીબાર કરી શકે છે તેથી જો તેમની વિરુદ્ધ પગલા લેવામાં નહિ આવે તો દલિત સમાજ આવા પોલીસ અધિકારીઓની કાર્યવાહીને સાંખી લેશે નહીં