• Gujarati News
  • શામળાજી ખાખચોક અખાડાના મહંત કેશવદાસજી મહારાજ કાળધર્મ પામ્યા

શામળાજી ખાખચોક અખાડાના મહંત કેશવદાસજી મહારાજ કાળધર્મ પામ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશવદાસજી મહારાજ પંચદગિ્મ્બર અને અખાડાના અધ્યક્ષ હતા :આજે ધાર્મિક વિધિ સાથે અંતિમ વિધિ કરાશે
ભાસ્કર ન્યૂઝ .શામળાજી
યાત્રાધામ શામળાજી ખાતે આવેલા ખાખચોક અખાડાના મહંત અને અખિલ ભારતીય પંચદગિ્મ્બર અને અખાડાના અધ્યક્ષ મહંત કેશવદાસજી મહારાજ ગુરૂવારે કાળધર્મ પામ્યા છે. સંત સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા મહંતની શુક્રવારે ધાર્મિક વિધિ સાથે અંતિમવિધિ કરાશે.
અખિલ ભારતીય પંચ દગિ્મ્બર અને અખાડાના અધ્યક્ષ તેમજ શામળાજી ખાખચોક અખાડા અને રાજસ્થાનના ડુંગરપુર ખાતે આવેલા રામલોલા મઢના મહંત કેશવદાસજી મહારાજની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત રહેતી હતી. જેથી તેઓને ગુરૂવારે અમદાવાદ ખાતેના અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમણે છેલ્લા શ્ચાસ લીધા હતા. સંત સમાજમાં તેમજ રાજકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા મહંતના અવસાનથી ભકતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.મહંત કેશવદાસજીની અંતિમવિધિ ધાર્મિક વિધિ તેમજ સાધુ સમાજના રિવાજો મુજબ શુક્રવારે શામળાજી ખાતે થનાર હોવાનું જાણવા મળ્યુ છે.


દસ લક્ષણ ધર્મની ઉપાસના ધર્મથી ઉત્તમ છે: જૈન મુનિરાજ
વજિયનગર દગિ્મ્બર જૈન મંદિર ખાતે પ્રવચન યોજાયું
ભાસ્કર ન્યૂઝ. વજિયનગર
વજિયનગર ખાતે ચાતુમૉસ અર્થો બિરાજમાન જૈન મુનિરાજ દ્વારા યોજાયેલી પયુંષણ પર્વની વ્યાખ્યાન શ્રેણીમાં તેમણે ધર્મથી ઉત્તમ દસ લક્ષણ ધર્મ છે. જેની ઉપાસના આરાધના અનુમોદન શ્રાવકોના ભવ સુધારે છે. જેથી પર્યુષણ પર્વ દરમિયાન દસ લક્ષણોની પૂજા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
વજિયનગર દગિ્મ્બર જૈન મંદિર ખાતે ચાતુમૉસ પ્રસંગે બિરાજમાન વૈજ્ઞાનિક ધમૉચાર્ય પં.પૂ.૧૦૮ આચાર્ય કનકનંદીજી મહારાજ સા. દ્વારા પ્રવચન શ્રૃંખલાનું આયોજન થયુ છે.
આચાર્ય કનકનંદીજીએ ધર્મોમાં સૌથી ઉત્તમ દસ લક્ષણ ધર્મ છે. જેની ઉપાસના થકી આપણે જીવનનો ઉધ્ધાર કરી શકીએ છીએ. પર્યુષણ પર્વ દરમિયાન ૧૦ દિવસમાં દસ લક્ષણ ધર્મની ઉપાસના, આરાધના અનુમોદના દ્વારા પોતાના જીવનમાં તેને ઉતારવા આચાર્ય કનકનંદીજીએ અનુરોધ કર્યો હતો.
દસ દિવસીય પર્યુષણ પર્વ નિમિત્તે અભિષેક પૂજા, શાંતીધરા તથા આરતીની સાથે રાત્રે દાંડીયા-રાસનું આયોજન કરાયું હોવાનું સમાજ અધ્યક્ષ કે.સી.શાહ, નલીનકાંત દોશી, રશ્મી સંઘવીએ જણાવ્યુ હતું.