• Gujarati News
  • ભોગાત પાસે અજ્ઞાત વાહને ઠોકર મારતાં સાઇકલ સવારનું મોત

ભોગાત પાસે અજ્ઞાત વાહને ઠોકર મારતાં સાઇકલ સવારનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે અજ્ઞાત વાહને ઠોકર મારતાં સાયકલ સવાર ચમાર યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે અજ્ઞાત વાહનચાલકની શોધખોળ આદરી છે.
અકસ્માતના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણપુર તાલુકાના હર્ષદરોડ પર આવેલા ભોગાત ગામે ગત તા.૨૫મીના રોજ જુનાગામથી નવાપરા વિસ્તારમાં જતાં કારા દેવભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) નામના સાયકલ સવારને ભાટિયા તરફથી પુરઝડપે ધસી આવેલા અજ્ઞાત વાહને ઠોકર મારી અકસ્માત નપિજાવ્યો હતો. જેમાં ચમાર યુવાનને માથા સહિતના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જામનગર ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નપિજયુ હતું. પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પીએમ વિધિ પાર પાડી મૃતદેહ પરત સ્વજનોને સોંપ્યો હતો. ત્યારબાદ અજ્ઞાત વાહન ચાલક સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે શહેરના અનુપમ ટોકીઝ સામે જીજે-૧૦-એકયુ-૮૫૨૩ નંબરના મોટરસાઇકલ ચાલક દિવ્યરાજસિંહ જાડેજાને જીજે-૧૦-એસ-૨૫૨૩ નંબરના સ્કુટીચાલકે ઠોકર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે હાપા રેલ્વે સ્ટેશન જતાં રોડ પર અજાણ્યા યુટીલીટી જેવા વાહને મોટરસાયકલ સવાર હમીરભાઇ દેવાતભાઇ મીયાત્રા તથા તેમના પિત્ન જાનુબેનને ઠોકર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવની અજ્ઞાત વાહનચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.