• Gujarati News
  • સોનાની કહી ધાતુની માળા પધરાવી

સોનાની કહી ધાતુની માળા પધરાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલ રોડ પર રહેતા એક દંપતીને ત્યાં અનાથઆશ્રમને નામે ફાળો ઉઘરાવવા આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પીળા ધાતુની માળાને સોનાની હોવાનું જણાવી વિશ્વાસ કેળવી રૂપિયા ૮૦ હજારમાં પધરાવી રફૂચક્કર થઈ ગયા હતા. જોકે, ત્રણ શખ્સો પૈકી એક ઠગ આશ્રમના નામે પૈસા ઉઘરાવતો મળી આવતા તેને ઝડપી પાડÛો હતો.
અડાજણ જૂના પાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટી ખાતે રહેતા વિનોદભાઈ પારસીંગભાઈ સંગાડા કલરકામ કરે છે. પત્ની દીનાબેન પાલિકામા સફાઈ કામદાર છે. વિસ્તારમાં ત્રણ અજાણ્યા ઈસમો કેટલાક દિવસોથી ફાળો ઉઘરાવવા આવતા હતા. અઠવાડિયે એક-બે વખત આવતા રહેતા ત્રણેય ઠગ ઈસમોને દંપતી રૂપિયા આપતા રહેતા હતા. તેથી ઓળખતા થયા હતા. દરમિયાન ગત તારીખ ૧૭મીના રોજ ત્રણે ઈસમો ફાળો ઉઘરાવવા અર્થેઆવ્યા હતા અને પીળા ધાતુની એક માળામાંથી એક મણકો કાઢીને સંગાડા દંપતીને આપી સોનાનો મણકો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ઝવેરીને ત્યાં એક મણકો સોનાનો હોવાની ખરાઈ કરી આવેલા દંપતી લાલચમાં આવી ગયા હતા અને ૮૦ હજારમા માળા લેવાની વાત કરી હતી. વાત થયા મુજબ દીનાબેન બેંકમાંથી રૂપિયા ઉપાડી ત્રણેય ઠગ ઈસમોને આપી દીધા હતાં. માળા લઈને દંપતી ઝવેરીને ત્યાં વેચવા ગયા હતા. ઝવેરીએ માળા ચેક કરતા ખોટી હોવાનુ જણાવ્યું હતું.
એક ઠગને જાતેે પકડી પોલીસ હવાલે કર્યો
સંગાડા દંપતીએ જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. દરમિયાન મંગળવારે દંપતી કામ અર્થે જતા હતા ત્યારે ત્રણ ઠગો પૈકી એક ઠગ હોવાનું જણાતા પકડી લઈ રાંદેર પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલ ઈસમ કિશોર લાલજી ડાભી (૨૫)હોવાનુ તથા બીજા બે સ્ટેશન વિસ્તારમાં રખડતા રાજુ અને દિલીપ હોવાનુ જણાવ્યું હતું.