પેજ -૧નું અનુસંધાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલ કોલેજની કામગીરી ............
હતી અને તે જમીન પર મેડીકલ કોલેજ બનાવવા માટે સરકારે નિર્ણય કર્યો હતો. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હડિયોલના ગૌચરમાં આવેલી આ જમીન પર આગામી તા.૨૮મી સપ્ટેમ્બરે મેડીકલ કોલેજનું ખાતમુ«ૉત થનાર હોઇ હેલ્થ વિભાગ ગાંધીનગરના પ્રોજેકટ ઇમ્પલીમેન્ટેશન યુનિટના અધિકારી અહીં આવી ઝાડ, જાળા-ઝાંખરા હટાવી જમીન સરખી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ તે સમય દરમિયાન પોલીસ ફોર્સની હાજરી હોવા છતા ગામના અમૃતભાઇ હેમાભાઇ પંડયા સહિત આઠેક રહીશોએ સ્થળ પર આવી સરકારી કામગીરીમાં દખલગીરી કરી વિરોધ શરૂ કરતાં તેમને ડીટેઇન કરી પકડી લઇ હિઁમતનગર ટાઉન પોલીસ સ્ટેશને લવાયા હતા.
તા.૨૮મી એ મેડીકલ કોલેજનુ ખાતમુહૂર્ત : ગાંધીનગર હેલ્થ વિભાગના પ્રોજેકટ ઇમ્પલીમેન્ટેશન યુનિટના કાર્યપાલક ઇજનેર એમ.ડી.ગોહિલે જણાવ્યુ હતું કે ૨૮મી સપ્ટેમ્બરે આ સ્થળ પર મેડીકલ કોલેજ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર હોઇ અમો તે અંંગેની કામગીરી માટે હડિયોલ આવ્યા છીએ.
છાતીમાં દુ:ખાવો ઉપડતાં એકને સિવિલમાં ખસેડાયા : હડિયોલના અમૃતભાઇ હેમાભાઇ પંડયાએ બુધવારે ટાઉન પોલીસ સ્ટેશનમાં છાતીમાં દુખાવો ઉપડયાની ફરિયાદ કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેઓનો કાણિર્ડયોગ્રામ રીપોર્ટ કાઢી બીપી ચેક કરતા ર્નોમલ રીપોર્ટ હોવાનું સિવિલ સર્જન જયંતભિાઇ ઉપેરિયાએ જણાવ્યુ હતું.
૭૦ થી વધુ જવાનો તહેનાત કરાયા : આગામી ૨૮ સપ્ટેમ્બરે થનારા ખાતમુહૂર્તની તૈયારીના ભાગરૂપે થઇ રહેલ કામગીરી સંદર્ભે પહેલેથી જ હિઁમતનગરના ડી.વાય.એસ.પી. આર.ગેલોટ, ટાઉન પી.આઇ. જે.એમ.આલ, બે પી.એસ.આઇ., એલ.સી.બી. અને પોલીસ જવાનોનો ૭૦ થી વધુનો સ્ટાફ તૈનાત કરાયો હતો.