• Gujarati News
  • શામળાજી બસ સ્ટેશન પાસે પુત્રએ પિતાને ચપ્પુ હુલાવ્યું

શામળાજી બસ સ્ટેશન પાસે પુત્રએ પિતાને ચપ્પુ હુલાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
શામળાજી નજીક આવેલા સોનાસણ ગામના એક આધેડ વયના પિતા ઉપર તેના પુત્રએ જુની અદાવત રાખી મંગળવારે શામળાજી બસ સ્ટેશન પાસે ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેમાં આઘેડને ગંભીર ઇજા થતા શામળાજી રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવ અંગે પિતાની ફરિયાદ આધારે પોલીસે પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શામળાજીની નજીક આવેલા સોનાસણ ગામે રહેતા સોમાભાઇ થાવરાભાઇ બરંડા અને તેમનો પુત્ર ફુલજીભાઇ સોમાભાઇ બરંડા વચ્ચે એક વર્ષ અગાઉ ઝઘડો થયો હતો. જેનો ભિલોડા કોર્ટમાં કેસ ચાલે છે. જે કેસની મુદત મંગળવારે હોવાથી સોમાભાઇ થાવરાભાઇ ભિલોડા ગયા હતા. અને બપોરે પરત ઘરે જવા માટે શામળાજી ઉતયૉ હતા. ત્યારે તેઓનો પુત્ર ફુલજીભાઇ ત્યા આવ્યો હતો.
કોર્ટની મુદતે ખાવા પડતા ધક્કાથી ગુસ્સે ભરાઇ પિતા સોમાભાઇને અપશબ્દો બોલી ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થો શામળાજી રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. બનાવ અંગે સોમાભાઇની ફરિયાદ આધારે પુત્ર સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ અને બીપી એકટ ૩૧૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.