• Gujarati News
  • કુવારવામાં ૨૫ છાત્રોઓને ખોરાકી ઝેરની અસર

કુવારવામાં ૨૫ છાત્રોઓને ખોરાકી ઝેરની અસર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ વિદ્યાર્થીનીઓને ધાનેરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ
ભાસ્કરન્યૂઝ. ધાનેરા
ધાનેરા તાલુકાના કુવારવા ગામે કસ્તુરબા કન્યા વિધ્યાલયની૨૫ વિદ્યાર્થીનીઓને મંગળવારે રાત્રે ખોરાકી ઝેરની અસર થતાં તમામને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે વાલીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
ધાનેરા પંથકમાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, કુવારવા ગામે કસ્તુરબા કન્યા વિધ્યાલય કાર્યરત છે. જયાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી છાત્રાઓને બે ટાઇમ ભોજન સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યું છે. દરમિયાન મંગળવારે રાત્રિના ભોજન બાદ ૨૫ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થવા પામી હતી. ઘટનાને પગલે ગભરાઇ ગયેલા સંસ્થાના સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને ખાનગી વાહનો તેમજ ૧૦૮ મોબાઇલવાનમાં ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ અંગે વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિધ્યાલયમાં છાત્રાઓને ટાઇમસર ભોજન અપાતુ નથી જેમાં કેટલીક વખત વાસી ભોજન અપાતુ હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.