• Gujarati News
  • ચૂંટણીને અનુલક્ષીને મહેસૂલતંત્રમાં બદલીઓ

ચૂંટણીને અનુલક્ષીને મહેસૂલતંત્રમાં બદલીઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે કેન્દ્વના ચૂંટણી કમિશનરે વીડિયો કોન્ફરન્સ સંબોધી હતી અને ચૂંટણીની કાર્યવાહી કઇ રીતે કરવી તેની વગિતવાર તાલીમ આપી હતી. પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં મહેસૂલી સ્ટાફની બદલી પણ થઇ છે. રાજકોટમાં પણ નવા કલાર્ક અને મામલતદારની નિયુિકત થઇ છે.
મહેસૂલ વિભાગના સૂત્રોએ કહ્યું કે રાજ્યમાં ૨૪ જેટલા ડેપ્યુટી કલેકટરની બદલી થઇ છે. ચૂંટણીપંચના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટરને ૧૨૫ કલાર્કની ફાળવણી કરાઇ છે. જેમાંથી ૧૩ કલાકેg પોતાની જવાબદારી સંભાળી લીધી છે.રાજકોટના સી.જી.પંડ્યા જમીન સંપાદન વિભાગમાંથી મધ્યાહ્ન ભોજનમાં મુકાયા છે. તેમને ટંકારાના રિટિનઁગ ઓફિસર તરીકે જવાબદારી સોંપાશે.
ચૂંટણી કમિશનરે આજે વીડિયો કોન્ફરન્સમાં મતદારયાદી,મતદાન મથકો સહિતની બાબતે સમીક્ષા કરી હતી અને તમામ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સમજ
આપી હતી.
ઇવીએમ, જરૂર પડÛે બેલેટ પેપરની કાર્યવાહી કેમ કરવી, દરેક જિલ્લામાં મતદાન પૂર્વે શું તૈયારી કરવી અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલા તબક્કા આવશે તે અંગે તાલીમ આપી હતી.તમામ રિટિનઁગ ઓફિસરોને મતદારયાદી,ઇવીએમ,પોલીસ ફોર્સ, પોસ્ટલ બેલેટ,જરૂરી વાહનો, આર.ઓ.-એ.આર.ઓ.ની નિમણુક વગેરે ૨૮ મુદ્દાઓની ચર્ચા થઇ હતી.