• Gujarati News
  • યાત્રાધામ અંબાજી મંદિર હવે ગૌરવવંતુ સુવર્ણ મંદિર બનશે

યાત્રાધામ અંબાજી મંદિર હવે ગૌરવવંતુ સુવર્ણ મંદિર બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંબાજી
ભારતવર્ષમાં ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું મંદિર કદાચ એક માત્ર અંબાજી જ છે. જે હવે સુવર્ણમય બનવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જેનું કામ પૂર્ણ થતાં ગૌરવવંતુ સુવર્ણમંદિર બનશે.
સાતેય દિવસ વિવિધ સવારી અને દૈનિક ત્રણ જુદાજુદા સ્વરૂપ ધરાવતા એકમાત્ર મા અંબાના મંદિરમાં મૂતિg નહિ પરંતુ વિશા યંત્રની જ પૂજા થાય છે અને તે પણ સિદ્ધપુરના બ્રાહ્નણ (ભટ્ટજી મહારાજ) પૂજારી આંખે પાટા બાંધીને જ તેની પ્રક્ષાલન સહિત શણગાર વિધિ કરે છે. તેવા મૈયાના દરબારમાં આજે પણ વિવિધ સવારીઓથી માંડી પૂજન સામગ્રી અને માતાજીનો થાળ પણ સુવર્ણમય છે. માતાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણજડિત કરવા ૨૦૧૦ માં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટહેલ કરાઇ હતી. જેને આનંદ સાથે માઇભકતોએ વધાવી લઇ ઉદાર હાથે સુવર્ણ દાન કર્યું હતું. જે થકી આજે મંદિરના મુખ્ય કળશ સહિત ૩૫૮ કળશો સુવર્ણથી ઝગમગી રહ્યા છે. ત્યારે હવે મંદિર શિખર નીચેનો ભાગ પણ સુવર્ણ જડીત થઇ રહ્યો છે. જયાં સાત ફૂટ જેટલી કામગીરી થવા પામી છે. જેમાં આઠ કિલો ગ્રામ જેટલું સોનું વપરાયું છે. તેવું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણજડિત નહિાળવા માઇભકતોમાં પણ ભારે ઉત્સુકતા જણાઇ રહી છે. ૬૦ ફૂટ સંપૂર્ણ સુવર્ણ જડિત કરવાની કામગીરીમાં પણ દાનનો પ્રવાહ અવિરત છે. શ્રદ્ધાળુઓ દ્વારા ૧૭ કિ.ગ્રા. સોનું દાનમાં આવવા પામ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ત્યારે નજીકના જ ભવિષ્યમાં મા અંબાનું સુવર્ણજડિત મંદિર અદ્દભૂત જ નહિ પણ આંખમાં વસી જાય તેવું લાગશે.’