• Gujarati News
  • થોળના ત્રણ બોગસ તબીબ વિરુદ્ધ ફરિયાદ

થોળના ત્રણ બોગસ તબીબ વિરુદ્ધ ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ પ્રેકટીસ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
ભાસ્કર ન્યૂઝ.કડી
કડી તાલુકાના થોળ ગામે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ત્રણ શખ્સો બહારના રાજ્યની ડા‹કટરની ડિગ્રી ધરાવે છે. પરંતુ તેઓ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ગેરકાયદે પ્રેકટીસ કરતા હોવાનું સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાને આવતાં મેડાઆદરજના મેડિકલ ઓફિસરે બાવલુ પોલીસ મથકે ત્રણેય ડા‹કટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
થોળ ગામે છેલ્લા ઘણા સમયથી જગદીશભાઇ રામાભાઇ પ્રજાપતિ, રાવળ લાલભાઇ રમેશભાઇ તથા વિષ્ણુભાઇ આર. પટેલ સહિતના ત્રણેય ડા‹કટરો પાસે કલકત્તા રાજ્યની ડા‹કટરની ડિગ્રી અને સર્ટીફિકેટ હોઇ તેઓ ગુજરાતમાં પ્રેકટીસ કરવા માટે ગુજરાત સરકારના ગુજરાત મેડિકલ પ્રેકટીસનર એકટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ પ્રેકટીસ કરી શકે છે. તેમ છતાં આ ત્રણેય ડા‹કટરોએ ગુજરાતમાં આવું કોઇ રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ પ્રેકટીસ કરતા હોવાનું સ્થાનિક આરોગ્ય વિભાગમાં રજુઆત થતાં મેડીકલ ઓફિસર, મેડા આદરજને તપાસ સોંપાઇ હતી. આથી મેડિકલ ઓફિસર કેતન પી. સોલંકીએ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તપાસ હાથ ધરી બહારના રાજ્યોની ડિગ્રી લઇને ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવેલું ન હોઇ બોગસ પ્રેકટીસ કરતા હોવાનું માલૂમ પડતાં બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય ડા‹કટરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.