• Gujarati News
  • અરવલ્લીની ગિરીકંદરાઓમાં મા અંબાનો જયઘોષ ગુંજયો

અરવલ્લીની ગિરીકંદરાઓમાં મા અંબાનો જયઘોષ ગુંજયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંબાજી
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહાકુંભ ધીમેધીમે જામી રહ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં માઇભકતો અંબાજી નજીક અરવલ્લીની ગિરીકંદરાઓમાં પ્રવેશ કરી અડગ શ્રદ્ધા સાથે નજિધામ પહોંચવાની તાલાવેલી સાથે ‘અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ’ ના નાદ સાથે આગળ ધપી રહ્યા છે.
દૂરદૂરથી નિકળેલા કેટલાક પદયાત્રી સંઘો નજિધામ પહોંચી ચૂકયા છે.બીજા દિવસે મંગળવારે યાત્રિકોની સંખ્યામાં વધારો થયો હતો. જેમની સેવા માટે દાંતાથી અંબાજી, હડાદથી અંબાજી માર્ગો ઉપર તેમજ પાલનપુર, વિસનગર, સતલાસણા સહિતના માર્ગો ઉપર ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. અરવલ્લીની ગિરીકંદરાઓ ‘બોલ માડી અંબે જય જય અંબે...’ ના જયઘોષથી ગૂંજી રહી છે.

બીજા દિવસે એક લાખ યાત્રિકોએ દર્શન કર્યા
û યાત્રિકોની સંખ્યા : ૧૦૬૯૦૦
û ભંડારાની આવક : ૯૦૫૫૩૮
û ગાદીની આવક : ૧૦૮૭૩૯
û સાડી/ચૂંદડી : ૬૪
û ધજા : ૪૨૮
û દૂધ વિતરણ : ૯૬૦૦ લિટર
û છાશ : ૨૪૦૦ લિટર
û એસ.ટી. ની આવક : ૪૦૨૫૦૦
û પ્રસાદના પેકેટ : ૭૮૨૬૦
û અન્ય આવક : ૮૦૦૦