• Gujarati News
  • પાલનપુર ભીલવાસ કેસની તપાસમાં પોલીસ અવળા પાટે

પાલનપુર ભીલવાસ કેસની તપાસમાં પોલીસ અવળા પાટે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર ભીલવાસ કેસની તપાસમાં પોલીસ અવળા પાટે
પાલનપુર & શહેરના વાિલ્મકીપુરા ભીલવાસમાં રવિવારે રાત્રે થયેલા હૂમલા બાદ પોલીસની કાર્યવાહીમાં શંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસ આ વિસ્તારના બુટલેગટરોની સામે કાર્યવાહી કરવાના બદલે રહીશો સામે કાર્યવાહી કરી રહી હોવાના આક્ષેપો થવા પામ્યા છે. પાલનપુર શહેરમાં દારૂના અãાઓ અને જુગારધામ બેફામ ચાલી રહ્યા છે. પોલીસ આવા અસામાજીક શખ્સો સામે કાર્યવાહી ન કરતા પ્રજામાં રોષ વ્યાપ્યો છે.પાલનપુર ભીલવાસમાં પણ રવિવારે રહીશોએ યુવતીની છેડતી કરનાર શખ્સોની કાર અને બાઇક પર ગુસ્સો ઉતાર્યો હતો. ત્યારબાદ રહીશો પોલીસ ફરિયાદ નોંધાવવા જતાં તેમની ફરિયાદ નોંધી ન હતી. પરંતુ ઉલટાનું રહીશોની સામે કાર્યવાહી કરતાં પોલીસની ભૂમિકા પર શંકાઓ ઉભી થઇ છે. અને પોલીસ બુટલગેટરોને છાવરતી હોવાના આક્ષેપો પણ ભીલવાસના રહીશો કરી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ બુટલેગરોની સામે પ્રજાને રક્ષણ આપી તેમને કાયદાના પાઠ ભણાવે છે. તેવી લોક માંગ ઉઠી છે.
ઘંટોડી ગામે પરિણીતા ઉપર બળાત્કારથી ચકચાર
અંબાજી & દાંતા તાલુકાના ઘંટોડી ગામે દોઢ માસ અગાઉ એક શખ્સે ગામની એક પરિણીતાના ઘરમાં ઘુસી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. દાંતા પોલીસમથકના ઓફિસર વીરમાભાઇએ જણાવ્યું હતું કે, ઘંટોડી ગામે એક પરિણીતા તેના પરિવારજનો સાથે રહે છે. દરમિયાન દોઢ માસ અગાઉ આજ ગામનો વિષ્ણુજી વાઘાજી ઠાકોર તેણીની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો. જયાં પરિણીતાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે બળાત્કારનો ભોગ બનનારી પરિણીતાએ સોમવારે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી એ.એસ.આઇ. રાયમલજી વધુ તપાસ ચલાવી રહ્યા છે.