• Gujarati News
  • થરાદમાં કૂતરાના મોંઢામાંથી લોકોએ તાજી જન્મેલી બાળકીને છોડાવી

થરાદમાં કૂતરાના મોંઢામાંથી લોકોએ તાજી જન્મેલી બાળકીને છોડાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકીનો એક હાથ કૂતરાઓ ખાઇ જતાં અરેરાટી
ભાસ્કરન્યૂઝ. થરાદ
થરાદ શહેરના તાલુકા પંચાયત આગળના વિસ્તારમાં ત્યજી દેવાયેલી એક તાજી જન્મેલી બાળકીને કૂતરાઓના મોંઢેથી લોકોએ છોડાવી હતી.પરંતુ આ પહેલા કુતરા બાળકીનો હાથ ખાઈ ગયા હતા. આ ઘટનાને લઈ પ્રજાજનોમાં અરેરાટી સાથે ફીટકારની લાગણી ફેલાવા પામી હતી.
મંગળવારની સાંજના સુમારે ઉકરડા ઉપર કૂતરાઓ કંઈક ખેંચતાણ કરતાં લોકોની નજર પડી હતી.જે તાજી જન્મેલી બાળકી જણાતાં તેને મહામૂસીબતે કૂતરાઓના જડબામાંથી છોડાવવામાં આવી હતી. પરંતુ બાળકીનો ડાબો હાથ કૂતરાઓએ ખેંચી કાઢÛો હતો. આ અંગે પોલીસ મથકમાં પણ જાણ કરાતા દોડી આવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે નગર પાલિકાના કર્મીઓની મદદ લઈ બાળકીની અંતિમવિધી કરી હતી.