• Gujarati News
  • કતારગામ નીલકંઠ સાસાયટીમાં ૩ લાખની ચોરી

કતારગામ નીલકંઠ સાસાયટીમાં ૩ લાખની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામમાં પટેલ પરિવારના બંધ ઘરમાં ૩ લાખની ચોરી થઇ હતી. આ તપાસમાં પંચનામું કરવા ગયેલા પોલીસ સ્ટાફની રિક્ષા ઉલ્ટી થતાં ફોજદાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સોમવારનાં રોજ કતારગામ નીલકંઠ સોસયટીમાં ૩ લાખની ચોરી થઇ હતી. કાંતિલાલ સોમજી પટેલ અને તેમનો પરિવાર મંદિરમાં પૂજા માટે ગયો હતો. ઘર ખાલી જણાતાં ચોરોએ હાથ સાફ કરી દીધો હતો. તેમાં સવારના દસ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યાના સમયમાં આ ચોરી થઇ હતી. વીસ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૩ લાખની મત્તાની ચોરી થઇ હતી.આ પરિવારનાં ઘરમાં રહેલા કુલ આઠ કબાટમાંથી ચોરો એક કબાટનેજ તોડી શકયા હતાં.