• Gujarati News
  • રાજકોટ રહેતા માંગરોળના છાત્રની પ્રેમસંબંધમાં હત્યા

રાજકોટ રહેતા માંગરોળના છાત્રની પ્રેમસંબંધમાં હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં રહીને એમએસડબલ્યુનો અભ્યાસ કરતા માંગરોળના વિશાલ જયંતીભાઈ ચુડાસમા નામના વિદ્યાર્થીનું ૧૦ લાખની ખંડણી માટે અપહરણ થયા બાદ મોરબી નજીકથી તેની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવાનની હત્યા ખંડણી માટે નહીં પરંતુ પ્રેમપ્રકરણમાં તેના જ મિત્રએ કરી હોવાનું ખુલ્યું છે.
વિશાલ ચુડાસમા શનિવારે રાત્રે મિત્રની કાર જોવાનું કહીને ગયા પછી લાપત્તા બની ગયો હતો. બીજા દિવસે તેના પિતાના ફોન ઉપર વિશાલના ફોનમાંથી જ ૧૦ લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ગભરાઈ ગયેલા જયંતીભાઈ હરસુખભાઈ ચુડાસમાએ આ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરતાં પી.આઈ. એમ.ડી. જાડેજા, તેમજ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.બી. જાડેજા સહિતનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો.દરમિયાન આજે સોમવારે મોરબી-માિળયા રોડ પર ખાખરાવાડી મેલડીના ટોલનાકાના પુલિયા નીચેથી અપહૃતની લાશ મળી આવી હતી. મરનારના પિતા અને ભાઈએ લાશને ઓળખી બતાવી હતી.વિશાલની હત્યા પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું ખુલ્યું છે. રાજકોટમાં બેન્કમાં ફરજ બજાવતી માંગરોળનીએક યુવતી સાથ વિશાલને પ્રેમસંબંધ હતા. ત્યારપછી તે યુવતી વિશાલના મિત્ર ઈશાન જોશીના પ્રેમમાં પડી હતી. ત્યારથી વિશાલ પ્રેમિકાને હડધૂત કરતો હતો. તે બાબતનું વેર રાખીને ઈશાને મિત્ર અફઝલ આરફભિાઈ બાનવા (ફકીર)ની મદદથી વિશાલની હત્યાનું કાવતરું ઘડયું હતું. હત્યાના કાવતરાને અંજામ આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા મરનારના મોબાઈલમાંથી ખંડણી માટે ફોન કર્યો હતો.