• Gujarati News
  • રાપર તાલુકામાં ભેળવવાની ચર્ચાથી ખડીર નાખુશ

રાપર તાલુકામાં ભેળવવાની ચર્ચાથી ખડીર નાખુશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાૈગોલિક અને સામાજિક રીતે ભચાઉ તાલુકાની નજીક હોવા છતાં ખડીરને રાપર તાલુકામાં ભેળવી દેવાની થઇ રહેલી હિલચાલના કારણે આ વિસ્તારના લોકોમાં નારાજગી ફેલાઇ છે.
રણની બે કાંધીએ વસેલાં બાંભણકા અને ભરૂડિયા વચ્ચે ૨૫ કિલોમીટરનું અંતર છે અને તેમાં વસતા આહિર, મુસ્લિમ, ક્ષત્રિય અને કોલી સમાજના લોકો સામાજિક રીતે એક તાંતણે બંધાયેલા છે, ત્યારે સાત ગ્રામ પંચાયત અને એક તાલુકા પંચાયતવાળા ખડીર વિસ્તારને રાપર તાલુકામાં ભેળવી દેવાની ચર્ચાએ જોર પકડતાં નાખુશી ફેલાઇ છે. આગામી ટૂંક સમયમાં આ સમગ્ર વિસ્તારના આગેવાનોની બેઠક મળશે, જેમાં એકલ બાંભણકા માર્ગ આપવા અને ખડીર જેમ છે તેમજ રહે તે માટે વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે.