• Gujarati News
  • ભુજમાં પોસ્ટ કર્મીનું અધિવેશન યોજાયું

ભુજમાં પોસ્ટ કર્મીનું અધિવેશન યોજાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ભુજ ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયન પોસ્ટમેન એન્ડ એમએસઇ ગ્રૂપ-ડી અને ગ્રમીણ ડાકસેવકનું િદ્વ વાર્ષિક અધિવેશન યોજાયું હતું.
શરૂઆત સેક્રેટરી પ્રતાપ જોષીના સ્વાગત પ્રવચનથી કરાઇ હતી. યુનિયનના તમામ સભ્યોને મંગરૂભા વાઘેલાના સ્મરણાથેg તેમના પુત્ર ગજુભા તરફથી પ્રતીક ભેટ આપવામાં આવતાં દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. જમણવારના દાતા રમેશ આઇ. જોષી તેમજ વયમયૉદાના કારણે નિવૃત્ત થતા એ.જે.સુમરા અને ગંગેશ્ર્વર સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેડ પોસ્ટ માસ્ટર ડી.પી. ગુંસાઇ, આર.એસ.મલેક, શરદભાઇ તેરૈયા, આશાબેન જોષી, જયેશ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.ગ્રામીણ ડાકસેવાના પ્રમુખ જાડેજાભાઇ, મંત્રી નરેશ ભટ્ટ, વી.પી. સોનીનું સન્માન કરવામાં આવ્યું હતું. મિહિર ગાંધી, એન.આર.વ્યાસ, ભરત અબડા, અમૂલ ઠક્કર, મનસુખ નાગડા ઉપસ્થિત રહ્યા હતા. નવી કારોબારીની રચના કરાતાં ગ્રૂપ-ડીના પ્રમુખ તરીકે કનુ રાવલ અને સેક્રેટરી તરીકે પ્રતાપ જોષીની તથા ડી.એચ. જાડેજા અને મંત્રી તરીકે નરેશ ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નરોત્તમ રાઠોડ, પી.એમ. મુનશી, સી.જે. સાધુ, મયાભાઇ મહેશ્ર્વરીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મહેશ ગોસ્વામી અને નરેશ ભટ્ટે કર્યું હતું.