• Gujarati News
  • ‘પતિ હાઈફાઈ તો પત્ની વાઈફાઈ’એ ધાર્યું નશિાન પાર પાડયું

‘પતિ હાઈફાઈ તો પત્ની વાઈફાઈ’એ ધાર્યું નશિાન પાર પાડયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસએમસી આયોજિત નાટÛ સ્પધૉમાં સંભવ ગ્રુપે કોમેડી નાટક ‘પતિ હાઈફાઈ તો પત્ની વાઈફાઈ’ રજુ કર્યું આ નાટકે ધારેલું નશિાન પાર પાડયું. નાટક લોકોને સારું મનોરંજન પીરસવાનું નશિાન પાર પાડવામાં સફળ રહ્યું. નાટકના લેખક મરાઠી રંગકર્મી રત્નાકર મતકરી તો તેના રૂપાંતરકાર આઈએનટીના સુરેશ રાજડા હતા. નાટકનું દગિ્દર્શન વિશાલ જરીવાલાએ કર્યું.
લેખક મતકરીએ આ નાટક દ્વારા જીવનના વિવિધ તબક્કે પ્રેમના રૂપને રોચક રીતે ચકાસવાનું ધાર્યું અને રૂપાંતરકારે તેને બંબૈયા મનોરંજનરૂપે વિકસાવ્યું. માત્ર ચાર જ પાત્ર, પ્રયોગશીલ શૈલી અને બધાને રસ પડે તેવા પતિ-પત્નીની મીઠી લડાઈ. કોલેજના છોકરા-છોકરી પોતાનો પહેલો પ્રેમ પ્રપોઝ કરે ત્યારથી તેમના જેમતેમ લગ્ન થાય, લગ્નજીવનની ખાટીમીઠી તકરારો સમય જતા કેવી ધારદાર બનતી જાય, અબોલા છુટા પડવા જેવા થઈ જાય, પાછું ઘી ખીચડીમાં જ રહે, સંતાનો મોટાં થાય એટલે તેમના પ્રેમરોગથી મા-બાપ દુખી થાય. જે હાલત તેમના માતા-પિતાની હતી તે જ હાલત હવે તેમની થાય અને અંતે તેઓ દર્શકોને પાંચ મુદ્દાનો ‘લગ્નજીવન જીવવાની જડીબુટ્ટી’ જેવો કાર્યક્રમ આપે અને બધા આનંદથી છુટા પડે.
દગિ્દર્શક વિશાલ જરીવાલાએ આ નાટકને ભરપૂર જીવંત બનાવ્યું. સતત હાસ્યના મોજાઓ પર આખી ટીમના જહાજનું સુકાન સંભાળતા રહ્યા. તેમણે વધુ એવું એક નાટક આપ્યું છે, જે વર્ષો વર્ષ સફળ શો કરતું રહેશે.
અભિનયમાં વિશાલ જરીવાલા, વૈદેહી ઉપાધ્યાય, ગીરીશ સોલંકી અને નમિષા જરીવાલાએ મળીને કુલ ૧૪ પાત્ર ભજવ્યાં. હીરો-હીરોઇનનું નામ શ્યામ અને મીરા રખાયું હતું. ચારેય જણે નાટકની ગતિ અને દર્શકની સંગતી સાધે રાખી. કવિ મનોજ જોશીના બે પ્રેમગીતોને સંગીતકાર શૌનક પંડ્યાએ રમતિયાળ રીતે રજુ કર્યા. હીતેશ પટેલનું લાઇિંટગ કે ર્દશ્યરચના નાટકને ગતિ આપતાં રહ્યાં. ટૂંકમાં દર્શકોને મજા પડી ગઈ.
ઓડિયન્સ પોલ
નામના આધારે હંુ નાટક જોવા આવ્યો અને મને બિલકુલ અસંતોષ નથી થયો. નાટક કોમેડીથી ભરપૂર હતું. ઇનશોર્ટ કોમેડી કમાલની હતી. - હર્ષિલ લંગાલિયા
એક ર્દશ્યમાં મીરા મોટે-મોટેથી રડે છે એ ર્દશ્ય ખુબ કોમેડી લાગ્યું. તેણે જોર-જોરથી રડીને બધાને જોર-જોરથી હસાવ્યા હતા.- ભાવિકા સોની
નાટક ખરેખર ખુબ કોમેડી હતું. પણ છેલ્લે જે રીતે સુખી દાંપત્યનાં નુસખા બતાવાયા છે એ જામ્યું નહી.
- સનોબર ખાન
નાટકમાં ચારેય પાત્રો હતાં. શરૂઆતમાં દરિયાકિનારે શ્યામ અને મીરાના ‘મન’ વાળા સંવાદો વધુ ગમ્યાં. ચારેય પાત્રે રંગ જમાવ્યો.- વિશ્વા જરીવાલા