• Gujarati News
  • થાન ગોળીબારના ઘટનામાં કોંગ્રેસની કાર્યવાહી કરવા રજુઆત

થાન ગોળીબારના ઘટનામાં કોંગ્રેસની કાર્યવાહી કરવા રજુઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : સુરેન્દ્ર નગર જિલ્લાના થાન ગામે દલિત સમાજ અને ભરવાડ સમાજના યુવાનો વચ્ચે તકરાર થઇ હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાવાને બદલે પોલીસે ગોળીબાર કરતાં ત્રણ દલિત યુવાનોના મોત થયા હતા. આ ઘટનામાં ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ દ્વારા સોમવારે કલેકટર કચેરી ખાતે ધરણાં કરાયા હતા. તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમૃતભાઇ ચૌહાણ, લક્ષ્મીબેન કરેણ, બાલકૃષ્ણ જીરાલા, દિનેશભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.