• Gujarati News
  • પાટણ અને સિદ્ધપુરમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન

પાટણ અને સિદ્ધપુરમાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
સિદ્ધપુર પાટણ અને સિદ્ધપુરના વિવિધ મહોલ્લા-સોસાયટીમાં ગણેશ ચતુર્થીએ શ્રી સ્થાપના બાદ પાંચ દિવસ રંગેચંગે વૈવિધ્ય ધાર્મિક કાર્યક્રમો બાદ વાજતે ગાજતે વિધ્નહર્તા ગણપતિનું વિસર્જન કરાયું હતું.
પાટણના પાલિકા બજારમાં શ્રીફળના છાલમાંથી બનાવેલ રાજ મહેલકા રાજા દુદુળા દેવ ગણેશજીના મહોત્સવ દરમિયાન વિશાળ સામિયાણામાં પાંચ દિવસની રાત્રીએ સમૂહ આરતી અને પૂજા અર્ચનાની બાદ રવિવારે વાજતે ગાજતે ગણેશ મૂતિgને વાહનમાં લઇને ભકતો વિશ્વેશ્ર્વર પહોંચ્યા હતા અને આવતા વર્ષે વહેલા આવજોના નાદ સાથે મૂતિgનું વિસર્જન કરાયું હતું. મોટીભાટીયાવાડ, ઝીણીરેત અને સોનીવાડામાં વાઘેશ્ર્વરી મંદિર પાસે ગણેશોત્સવ આનંદઉલ્લાસ સાથે ઉજવાયો હતો. મહોલ્લાના રહીશો દ્વારા રાત્રે ભજન કિર્તન સાથેના વિવિધ કાર્યક્રમો બાદ વાજતે ગાજતે ગણેશ મૂતિgનું હરીહરના કુંડમાં વિસર્જન કરાયું હતું.
સિદ્ધપુર : રવિવારે સિદ્ધપુર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા અંબાવાડી ખાતે અને નવાવાસ યુવક મંડળ દ્વારા બેન્ડવાજા સાથે ગણેશ વિસર્જન યાત્રા વિશાળ ભકતજનોની ઉપસ્થિતિમાં રવિવારે વાજતે ગાજતે નીકળી હતી. ઊંGઝા ખાતે વિધિવત તળાવમાં ગણપતિની મૂતિg વિસર્જન કરાયું હતું.
રાધનપુર : શહેરની રેલવે કોલોની, પરાં વિસ્તાર, લાલબાગ અને અનેક પરિવારો દ્વારા રવિવારે ગણપતિની મૂતિgની પૂજા-અર્ચના બાદ વડપાસરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પ્રસંગે વડપાસર તળાવ આગળ રીતસર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને ભાવિકોમાં ભારે ઉલ્લાસ જોવા મળ્યો હતો.