• Gujarati News
  • વેટરનરી કોલેજના છાત્રોનો શિક્ષણનો બહિષ્કાર

વેટરનરી કોલેજના છાત્રોનો શિક્ષણનો બહિષ્કાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા
ડપિ્લોમા કોર્ષ બંધ કરવાના મુદ્દે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થિત વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ સોમવારે શિક્ષણકાર્યનો બહિષ્કાર કર્યો હતો. અને પરીપત્રોની હોળી કરી હતી.
વેટરનરી ડપિ્લોમા કોર્ષ સામે ડીગ્રીવાળા છાત્રોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને આ કોર્ષ બંધ કરવાની માંગણી સાથે સોમવારે શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. તેમજ વેટરનરી ડીપ્લોમાના પરપિત્રની હોળી કરવામાં આવી હતી.તેમજ કોલેજમાં ચાલી રહેલી આંતર કોલેજ સ્પધૉમાં પણ ભાગ ન લેવા વિધ્યાથીઓ બુધવારે નિર્ણય કરશે. આ અંગે દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી સંજય ડામોરે જણાવ્યું હતું કે ‘અનેક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા સોમવારેથી રાજ્યની બધી કોલેજોમાં આંદોલન તેજ બનાવીને શિક્ષણકાર્યનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમજ અચોક્કસ મુદ્દતનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે નિર્ણય નહીં લેવાય તો જલદ બનાવવામાં આવશે.’