• Gujarati News
  • પાટણના સંઘો આજથી અંબાજી ભણી..

પાટણના સંઘો આજથી અંબાજી ભણી..

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મહોલ્લા-પોળના મંડળોએ મા¶ડીના રથ શણગાર સાથે પગપાળા યાત્રાની તૈયારીઓ કરી
ભાસ્કર ન્યૂઝ. પાટણ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા પાટણ શહેરમાંથી મોટાભાગના યાત્રિકો સંઘો સાથે મંગળવારે સાંજથી અંબાજી જવા માટે પ્રસ્થાન કરી દેશે અને શુક્રવારે તેરસના દિવસે મા¶ અંબાના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ લેશે.
જય અંબે ગોરેગાવ મહોત્સવ મંડળ પગપાળા યાત્રાસંઘ મંગળવારે રાત્રે અંબાજી જવા પ્રસ્થાન કરશે. જેમાં ૧૧૫ જેટલા પદયાત્રિકો સાથે કેટલાક મુંબઇગરા પણ જોડાશે.જ્યારે શહેરના બળીયપાડા વિસ્તારમાંથી સંઘ ૮૫ યાત્રાળુઓ સાથે બુધવારે વહેલી સવારે પાટણથી નીકળી શુક્રવારે અંબાજીમાં પહોંચશે.

આંગી માટે દુબઇ, અજમેર અને મુંબઇથી ફુલો લવાયા
શહેરમાં શાહનાપાડામાંથી મણીભદ્રયુવક મંડળ આયોજિત પગપાળા યાત્રા સંઘ સોમવારે સાંજે ર૦૦ જેટલા માઇભકતો સાથે અંબાજી જવા નીકળશે. આવખતે માઇ ભકતો ૯૦ મીટરની ૧૩૧ ફુટ લાંબી રૂ. ૧૧ હજારના ખર્ચે ર્તૈયાર થયેલી ધજા માતાજીને સાદર કરાશે તેમજ માતાજી અને મણીભદ્ર વીરદાદાના શણગાર માટે દુબઇ, અજમેર અને મુંબઇથી ફુલો લાવવામાં આવનાર છે. માઇભકતો પૂનમના દિવસે અંબાજીમાં જગદંબાનો નવચંડી યજ્ઞ કરશે તેવું કાન્તીભાઇ પટેલ અને સંજય પટેલે જણાવ્યું હતું.
નાગપુર,સુરત, બરોડાનાભકતો પાટણથી સંઘમાં અંબાજી જશે
સુનિલ મોદી અને સચિનભાઇ મોદીએ જણાવ્યું હતું કે, શ્રીનારસુંગા વીરદાદા પગપાળા સંઘમાં નાગપુર, સુરત, બરોડા, અમદાવાદ, મુંબઇ, ડીસા અને જયપુર સહિતના શહેરોના લોકો પાટણથી પગપાળા અંબાજી જશે. જેમાંમુંબઇ અને નાગપુર વિસ્તારના મરાઠી સમાજના લોકો સહિત ૨૧૫ ભકતો સાથે મંગળવારે અંબાજી જવા નીકળશે.
પાટણથી આજે પ્રસ્થાન થનાર સંધો
@દ્વારકેશ મિત્રમંડળ સંઘ રાત્રે ૧૭૦ પદયાત્રીઓ સાથે નીકળશે.
@જળચોક યુવક મંડળ પગપાળા સંઘ બપોરે ૧૦૦ જેટલા યાત્રીઓ સાથે પ્રસ્થાન કરશે
@સોનીવાડાના નાકા પાસેથી જયઅંબે બાળ મંડળ યાત્રા સંઘ ૧૪૦ યાત્રીઓ સાથે પ્રસ્થાન કરશે.
@ઝીણીપોળ યુથ કલબનો જય અંબે પગપાળા સંઘ ૧૩૫ માઇભકતો સાથે રથ અને ધજા સાથે અંબાજીની વાટ પકડશે.
@ હરસિદ્ધ અંબાજી પગપાળા સંઘ ૯૦ જેટલા શ્રદ્ધાળુઓ રાત્રે નીકળશે .
@ નાગરલીમડી યુવક પગપાળા સંઘ ૧૦૦ જેટલા યાત્રીઓ સાથે રાત્રે નીકળશે.
@ કસારવાડા સહપરિવાર પગપાળા સંઘ રાત્રે ૧૫૦ પદયાત્રીઓ સાથે અંબાજી જશે.
@ગુર્જરવાડા યુથ કલબ પગપાળા યાત્રા સંઘ ૧૫૦ યાત્રીઓ સાથે રાત્રે સંઘ પ્રયાણ કરશે.