• Gujarati News
  • પાલનપુરમાં છેડતી અને હુમલાની ઘટનાને લઇ લોકોની તંત્રને રજુઆત

પાલનપુરમાં છેડતી અને હુમલાની ઘટનાને લઇ લોકોની તંત્રને રજુઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
પાલનપુર શહેરના વાિલ્મકીપુરા ભીલવાસમાં રવિવારે રાત્રે અસામાજિક તત્વોએ વિસ્તારની છોકરીની છેડતી કરી હંગામો મચાવ્યો હતો. આ અંગેની ફરિયાદ અને રજુઆત માટે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં સોમવારે જિલ્લા કલેકટર અને પોલીસ વડાની કચેરીએ રજુઆત કરી હતી.
પાલનપુર શહેરના વાિલ્મકીપુરા ભીલવાસમાં રવિવારે રાત્રે એક શખ્સ દ્વારા આ વિસ્તારની એક દીકરી પાસે અઘટીત માગણી કરી તેની છેડતી કરી બભિત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તેને ઠપકો આપવા જતાં તે શખ્સ તેના સાગરીતોને બોલાવી વિસ્તારમાં તંગદીલી ફેલાવી હતી. જેથી આ વિસ્તારના રહીશો રવિવારે રાત્રે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ પોલીસે ફરિયાદ ન નોધતાં આ રહીશો સોમવારે સવારે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ડીએસપી કચેરીએ ધસી ગયા હતા. અને ત્યાં અસામાજિક તત્વોના વિરોધમાં લેખિત રજુઆત કરી હતી.
રવિવાર રાત્રિની ઘટનામાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ
પાલનપુર ખાતે ભીલવાસ વિસ્તારમાં રહેતા અજયજી ધરમાજી માજીરાણાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ‘પારખુજી સોમતાજી માજીરાણા બે દિવસ અગાઉ રાત્રિના બે કલાકે મારા ઘરે આવ્યો હતો. જેને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી રવિવારે રાત્રે પ્રવિણજી જેઠાજી માજીરાણા, જીતુજી કરશનજી માજીરાણા, પપ્પુજી અમુજી માજીરાણા અને કલાજી હાથીજી માજીરાણા સાથે આવી એક કાર-મોટર સાયકલની તોડફોડ કરી હતી.તેમજ પથ્થરમારો કરી નુકસાન પહોંચાડયું હતું.

વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે
‘અમારા વિસ્તારમાં કેટલાક શખ્સો દારૂના અડ્ડાચલાવે છે. અને જુગાર પણ રમાડે છે. તેમજ વિસ્તારની બહેન દિકરીઓની અવાર-નવાર છેડતી કરતા હોવાથી આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે.’ - સગનીબહેન માજીરાણા (રહીશ ભીલવાસ, પાલનપુર)

રજુઆત સંદર્ભે કડક કાર્યવાહી કરાશે
શહેરના વાિલ્મકીપુરા ભીલવાસ વિસ્તારમાં રવિવારે રાત્રે બનેલી ઘટનામાં કેટલાક રહીશોએ દારૂનો અãો બંધ કરાવવા સહિતની રજુઆતો કરી છે. આ દિશામાં કડક કાર્યવાહી કરી મુદ્દામાલ ઝડપીને એફઆરઆઇ દાખલ કરવામાં આવશે. - આર.કે.પટેલ (ઇન્ચાર્જ પી.આઇ. પાલનપુર)

માલોત્રા ફાટક પાસે રેલવે નીચે એક શખ્સ કપાયો
ધાનેરા & તાલુકાના માલોત્રા ગામ પાસેની રેલવે ફાટક પાસે વહેલી સવારે આવી રહેલી માલ ગાડી નીચે ધાનેરાના રવિયા (કોટડા) ગામના પટેલ ગોકળાભાઇ નારણાભાઇએ પડતુ મૂકીને જીવનનો અંત લાવ્યો હતો. જેની જાણ ધાનેરા પોલીસને કરાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.