• Gujarati News
  • અંબાજી જતા પદયાત્રી ઓ માટે હિઁમતનગરમાં સેવાકેમ્પ શરૂ કરાયા

અંબાજી જતા પદયાત્રી ઓ માટે હિઁમતનગરમાં સેવાકેમ્પ શરૂ કરાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
અંબાજી જતા પદયાત્રીઓ માટે હિઁમતનગરમાં ઠેરઠેર વિસામા શરૂ કરાયા છે.જેમાં મોતીપુરામાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા પદયાત્રિઓને બૂંદી, પુરી-શાક સાથેનું ભોજન પિરસાઇ રહ્યું છે તો પોલીસ સ્ટેશન પાસે ખટીક યુવક મંડળના યુવાનો પદયાત્રિકોને ગરમાગરમ ચા-નાસ્તો કરાવી રહ્યા છે.
હરસિધ્ધ માતા મંદિર ખાતે યુવક મંડળ દ્વારા પુરી-શાક અને શીરાનું ભોજન સાથે મંદિર ખાતે પદયાત્રિકો માટે વિસામો કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે ડૉ. ગાંધી ટાઉન હોલ પાસે હિઁમતનગર કેમસ્ટિ મિત્ર મંડળના યુવાનો, દુષ્યન્ત શાહ, સ્નેહલ શાહ, વિમલ પટેલ, કેતન શાહ, સમીર શાહ અને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપના રાકેશ પટેલના સહયોગથી મેડીકલ કેન્દ્ર શરૂ કરાયુ છે.મહેતાપુરામાં રબારી સમાજ ઉપરાંત લાયન્સ અને લાયોનેસ કલબ દ્વારા વિસામા કેન્દ્ર સાથે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું છે.
વકતાપુર હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન સંકટ મોચક મંડળ અમદાવાદ-વટવા દ્વારા એક વિશિષ્ટ પ્રકારના વિસામા કેન્દ્રનું આયોજન કરાયું છે.કાઉન્સીલર અતુલભાઇ આર. પટેલે જણાવ્યુ હતું કે આ વિસામા કેન્દ્રમાં પદયાત્રીઓને જીરા રાઇસ, દાલફ્રાય, ગોટા, પાવભાજી સાથે અલગ અલગ વેરાઇટીઝો પીરસવામાં આવી રહી છે, અને તેનો મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે.